Gujarati News

Gujarati News

News of Tuesday, 9th August 2022

રાજ્યમાં છેલ્લા 12 કલાકમાં 18 તાલુકામાં વરસાદ :કોડીનાર-વિજાપુરમાં અઢી અઢી ઇંચ:,સંતરામપુર,પોરબંદર, મોડાસા અને વડાલીમાં બે બે ઇંચ

છેલ્લા 2 કલાકમાં 6 તાલુકામાં નોંધપાત્ર વરસાદ પડ્યો; 2 કલાકમાં કોડિનારમાં બે ઇંચ વરસાદ ખાબક્યો .

અમદાવાદ ; ગુજરાતમાં છેલ્લા 12 કલાકમાં 18 તાલુકામાં નોંધપાત્ર વરસાદ પડ્યો છે. જેમાં કોડિનાર અને વીજાપુરમાં અઢી-અઢી ઇંચ વરસાદ ખાબકયો છે. જેમાં સંતરામપુર અને પોરબંદરમાં પણ બે ઇંચ વરસાદ પડ્યો છે. જેમાં કડાણા, મોડાસા અને વડાલીમાં પણ બે-બે ઇંચ વરસાદ ખાબકયો છે. તેમજ છેલ્લા 2 કલાકમાં 6 તાલુકામાં નોંધપાત્ર વરસાદ પડ્યો છે. જયારે 2 કલાકમાં કોડિનારમાં બે ઇંચ વરસાદ ખાબક્યો છે.

(9:45 pm IST)