Gujarati News

Gujarati News

News of Tuesday, 9th August 2022

વડોદરાના આજવારોડ વિસ્તારમાં યુવતી સાથે સંબંધ રાખવાના મુદ્દે યુવકને સમાધાન માટે બોલાવી તીક્ષણ હથિયારથી હુમલો કરવામાં આવતા પોલીસ ફરિયાદ

વડોદરા:યુવતી સાથે સંબંધ રાખવાના મુદ્દે થયેલા ઝઘડામાં સમાધાન કરવા માટે બોલાવી તિક્ષ્ણ હથિયારથી  હુમલો કરી યુવકને ગંભીર ઇજા પહોંચાડનાર હુમલાખોર સામે બાપોદ પોલીસે ગુનો દાખલ કર્યો છે.

આજવા રોડ બાપા સીતારામ નગરમાં રહેતો નીતિન કમલેશભાઇ સોલંકી પારૃલ યુનિવર્સિટીમાં નોકરી કરે છે.બાપોદ  પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી તેણે જણાવ્યું છે  કે,ગઇકાલે હું મારા મિત્ર તપન સોલંકી સાથે ગયો હતો.તે દરમિયાન મારા માસીના  દીકરા મિતેશ સોલંકીએ કોલ કરીને કહ્યું હતું કે, મારી પરિચિત યુવતી સાથે  ચિરાગ પરમાર બોલતો હતો.તે બાબતે સમાધાન કરવા તને બાપા સીતારામ નગર ખાતે બોલાવે છે.જેથી,હું અને તપન ત્યાં પહોંચ્યા હતા.તે સમયે ત્યાં ચિરાગ પરમાર અને મહેશ  પરમાર ઉભા હતા.મહેશે મારી નજીક આવીને ફેંટ પકડીને કહ્યું હતું કે,તું કેમ અહીંયા આવ્યો છે ? તેને મારી સાથે મારઝૂડ શરૃ કરી હતી.તે સમયે ત્યાં હાજર એક અજાણ્યા વ્યક્તિએ અચાનક ઉશ્કેરાઇને મને લોખંડના કોઇ તિક્ષ્ણ હથિયાર વડે કપાળના ભાગે, ડાબા હાથની આંગળી પર તથા કોણીની નીચેના ભાગે ઇજા  પહોંચાડી હતી.હું ત્યાંથી બચવા માટે ભાગીને લીલાબા નગર પહોંચ્યો હતો.અને ત્યાં લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા.ત્યારબાદ  મને એમ્બ્યુલન્સમાં સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ આવ્યા હતા.

(7:01 pm IST)