Gujarati News

Gujarati News

News of Tuesday, 9th August 2022

સુરતના અમરોલી-કોસાડ આવાસમાં મોપેડ સાથે ટક્કર લાગવાની બાબતમાં થયેલ તલવારના હુમલાં યુવાનનું કમકમાટીભર્યું મૃત્યુ

સુરત:    અમરોલી-કોસાડ આવાસમાં મોપેડ સાથે ટક્કર લાગવાની સામાન્ય બાબતમાં તલવાર, ચપ્પુ અને પાઇપ વડે હુમલો કરતા સ્થાનિક વિસ્તારમાં દોડધામ મચી ગઇ હતી. હુમલામાં ગંભીર ઇજાગ્રસ્ત યુવાનનું જન્મ દિવસના રોજ મોત થયું હતું જયારે અન્ય ત્રણને સામાન્ય ઇજા થઇ હતી.
અમરોલીની મહાવીરધામ સોસાયટીમાં રહેતો રત્નકલાકાર નિતેશ દત્તુ કંદરે (ઉ.વ. 23) ગત રાતે તેના મિત્ર મુકેશ ઉર્ફે બોકસર પરમારનો જન્મ દિવસ હોવાથી અમરોલી તાપી નદીના પાળા પર અન્ય મિત્ર અમીત નેપાળ, મુન્ના, બબલુ, કમલ ભટારા, પપ્પુ ઓડ, ભુરીયો અને સોનુકુમાર સાથે કેક કાપી કોસાડ આવાસમાં સોનુકુમારના ઘરે ગયા હતા. જયાં ચા બનાવવા માટે સોનુકુમાર અને કમલ સહિત ત્રણ જણા મોપડ પર દૂધ લેવા ગયા હતા. જયાં કોસાડ આવાસ એચ 2 ના બિલ્ડીંગ નં. 111 પાસે કુલદીપ ઉર્ફે છોટુ યાદવને મોપેડ અડી જતા તેઓ વચ્ચે ઝઘડો થયો હતો. કુલદીપ અને તેના મિત્ર આમીન ઉર્ફે પંજી, રફીક ઉર્ફે ગોંજા ઉર્ફે રફીયો, શંકર પાંડે, હિરંજ રાઠોડ, ભીકન, અસરફ ચીપાએ સોનુ અને કમલ સહિત ત્રણેય સાથે ઝઘડો કર્યો હતો. જેથી સોનુએ ફોન કરતા નિતેશ, મુકેશ, સુરેશ દિપક માછી વિગેરે ફટકા સાથે ઘસી આવ્યા હતા. પરંતુ કુલદીપ અને તેના મિત્રોએ સોનુ, નિતેશ અને મુકેશ સહિતના તમામ પર તલવાર, ચપ્પુ અને પાઇપ વડે હુમલો કર્યો હતો.

(7:00 pm IST)