Gujarati News

Gujarati News

News of Tuesday, 9th August 2022

કલોલના વડસર ગામે પોલીસે ઓચિંતાના દરોડા પાડતા જુગારીઓમાં ભાગદોડ:નવ શખ્સોની ધરપકડ કરવામાં આવી

કલોલ :  વડસર ગામે જુગાર રમાઈ રહ્યો હતો ત્યારે પોલીસે દરોડો પાડયો હતો પોલીસે દરોડો પાડતા જુગારીઓમાં નાસમ ભાગ મચી ગઈ હતી ત્યારે પોલીસે સ્થળ પરથી જુગાર રમતા નવ લોકોને ઝડપી લીધા હતા પોલીસે જુગારીઓ પાસેથી રોકડા રૃપિયા ૨૭,૫૦૦  જપ્ત કરી ગુનો નોંધ્યો હતો.

સાંતેજ પોલીસને ખાનગી રહે બાતમી મળી હતી કે  વડસર ગામમાં આવેલ રણજીતજી કાળાજીને ઠાકોરના ઘર પાસે જુગાર રમાઈ રહ્યો છે રાત્રિના સમયે જુગારની મહેફિલ જામી હતી ત્યારે બાતમીના આધારે પોલીસે દરોડો પાડયો હતો પોલીસને આવેલી જોઈ જુગારીઓના રંગમાં ભંગ પડયો હતો ત્યારે પોલીસ એ સ્થળ પરથી જુગાર રમતા રણજીતજી ઉર્ફે બાડી કાળાજી ઠાકોર તથા સુનિલજી ઉમેદજી ઠાકોર અને કનુજી બળદેવજી ઠાકોર તથા અમૃતભાઈ ઉર્ફે કાબો રણછોડજી ઠાકોર તથા સંજય ઉર્ફે ગાંધી અમરતભાઈ તથા નવઘણજી અમરતજી ઠાકોર અને ધર્મેન્દ્ર ગોવિંદભાઈ જાદવ તથા મંજેશ જી ગણપતજી ઠાકોર અને સંજયજી ગોવિંદજી ઠાકોરને ઝડપી લીધા હતા જુગારીઓ પાસેથી રોકડ રકમ રૃપિયા ૨૭,૫૦૦ જપ્ત કરીને જુગારીઓ સામે જુગાર ધારાની કલમ મુજબ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

(6:59 pm IST)