Gujarati News

Gujarati News

News of Tuesday, 9th August 2022

અમદાવાદની આંગડીયા પેઢીમાં ૪૪ લાખનો ખોટો હવાલો મેળવી પ્રેમીકા રાજસ્થાન ફરવા ગયેલા આંગડીયા કર્મચારીનો પોલીસે સીસીટીવી કેમેરાની મદદથી ઝડપી પાડયો

કર્મચારી રવિ વાળંદ અને મિત્ર જીતેન્દ્ર પ્રજાપતિઍ ઠગાઇની ફરીયાદ કરતા પોલીસે ધરપકડ કરી

અમદાવાદ, તા., ૯: પ્રેમીકા ખાતર ઍમ કે ઍન્ટરપ્રાઇઝની આંગડીયા પેઢીમાં ૪૪ લાખનો ખોટો હવાલો કરી નાણાની ઉચાપત કરી પ્રેમીકા સાથે રાજસ્થાન મોજશોખ કરવા નિકળેલા આંગડીયા પેઢીના કર્મચારીને પોલીસે સીસીટીવી કેમેરાની મદદથી ઝડપી પાડયો છે. કર્મચારી રવિ વાળંદ અને તેનો મિત્ર જીતેન્દ્ર પ્રજાપતીની પોલીસે ધરપકડ કરી છે.

પોલીસ ગિરફતમાં ઉભેલા આંગડિયા પેઢીના કર્મચારી રવિ વાળંદ અને તેના મિત્રએ મળી 44 લાખ રૂપિયાની છેતરપિંડી કરી છે. ઘટના કઈક એવી છે કે સીજી રોડ પર આવેલી એમ.કે.એન્ટરપ્રાઇઝ નામની આંગડિયા પેઢીમાં કામ કરતા કર્મચારી રવિ વાળંદે પોતાના મિત્ર જીતેન્દ્ર સાથે મળી 44 લાખ રૂપિયાનો કલોલના પી.એમ.આંગડિયા પેઢીમાં હવાલો કરાવ્યો હતો. જે પૈસાનો હવાલો રવિએ નોકરી કરતો એ જ આંગડિયા પેઢીમાંથી કરાવ્યો હતો.

બાદમાં આ હવાલાના રૂપિયા આરોપી રવિ અને બે મિત્રો જીતેન્દ્ર પ્રજાપતિ, વિજય કુમાર લેવા ગયા હતા. જોકે કલોલની આંગડિયા પેઢીના સીસીટીવીમાં સમગ્ર ગુનાનો પર્દાફાશ થયો. ત્યારે સામે આવ્યું કે હવાલાના પૈસા લેવા જીતેન્દ્ર પ્રજાપતિ અને વિજય ગયા હતા અને રવિ વાળંદ કલોલની આંગડિયા પેઢી બહાર ગાડીમાં બેઠો હતો. જે બાબતે ઠગાઈની ફરિયાદ નોંધાતા જ અગાઉ નવરંગપુરા પોલીસે આરોપી જીતેન્દ્ર પ્રજાપતિની ધરપકડ કરી હતી. જે બાદ સામે આવ્યું હતું કે રવિએ બન્ને જણાને પૈસા લેવા જવાનું કહ્યું હતું.

આંગડિયા પેઢીનો કર્મચારી રવિ વાળંદ મોટા ભાગના બધા પૈસા લઈ રાજસ્થાન ભાગી ગયો હતો. જેમાં પોલીસ તપાસમાં સામે આવ્યું કે રવિ પોતાની પ્રેમિકા લઈ રાજસ્થાન ફરવા જતો રહ્યો હતો. જ્યાં પ્રેમિકા સાથે મોજશોખ કરવામાં પૈસા વાપરી દીધા હતા. નોંધનીય છે કે મુખ્ય આરોપી રવિ વાળંદ છેલ્લા ત્રણેક વર્ષથી એમ.કે.એન્ટરપ્રાઇઝ નામની આંગડિયા પેઢીમાં મેનેજર તરીકે નોકરી કરતો હતો. પરંતુ પ્રેમિકા સાથે મોજશોખ કરવા લાખો રૂપિયાની છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે.

ત્યારે અગાઉ પકડાયેલ જીતેન્દ્ર અને વિજય નામના આરોપીની મદદગારી સામે આવતા તે લોકોને પણ કાયદાના પાઠ ભણાવ્યા છે. આરોપીઓ પાસેથી છેતરપીંડીના પૈસા રિવકર થયા ન હોવાથી આરોપીઓએ પૈસાનો ઉપયોગ ક્યાં કર્યો છે અને મદદગારી કરનાર બન્ને મિત્રોનો છેતરપીંડીના પૈસામાં તેમનો કોઈ ભાગ હતો કે કેમ તે દિશામાં તપાસ શરૂ કરી છે.

(5:34 pm IST)