Gujarati News

Gujarati News

News of Tuesday, 9th August 2022

ટ્રાફિક જાગૃતિ વર્કશોપ

વિવેકાનંદ ઇન્સ્ટીટ્યુટ ઓફ હોટેલ એન્ડ ટુરીઝમ મેનેજમેન્ટ ખાતે 'ટ્રાફિક જાગૃતિ અને સલામત ડ્રાઇવિંગ' વર્કશોપનું આયોજન કરવામાં આવ્યુ હતું. 'ઇએફઆઇઆર અને સાયબ ક્રાઇમ' વિષય પર રાજકોટ પોલીસ દ્વારા વર્કશોપની પહેલ હતી. જેનું આયોજન વિક્રમસિંહ રાઠોડ, પોલીસ ઇન્સ્પેકટર, એરપોર્ટ પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવ્યુ હતું. અધ્યક્ષસ્થાને એસ.આર.ટંડેલ, મદદનીશ કમિશનર ઓફ પોલીસ, ઉત્તરઝોન હાજર રહ્યા હતા. પ્રથમ સેશન 'ટ્રાફિક અવેરનેસ અને સેફ ડ્રાઇવિંગ' પર રહ્યુ હતું અને જેમાં વકતાઓ અમિત ખત્રી, રોડ સેફટી ટ્રેનર, અમદાવાદ, અને જયેશ વસંતલાલ શાહ, નિવૃત ચીફ એન્ફોર્સમેન્ટ ઓફિસર દ્વારા વિદ્યાર્થીઓ અને સ્ટાફને મહત્વની માહિતીઓ આપવામાં આવી હતી. બીજુ સેશન 'સાયબર ક્રાઇમ અને ઇ-એફ.આર.આર' પર યોજવામાં આવ્યુ હતુ. જેમાં વી.આર. રાઠોડ, પોલીસ ઇન્સ્પેકટર, એરપોર્ટ પોલીસ સ્ટેશન અને કીર્તિરાજ સિંહ, એરપોર્ટ પોલીસ સ્ટેશન દ્વારા લેવામાં આવ્યુ હતું.

(4:22 pm IST)