Gujarati News

Gujarati News

News of Tuesday, 9th August 2022

કાલે ભૂપેન્‍દ્રભાઇ પટેલ સેટકોમના માધ્‍યમથી સિંહ સંરક્ષણ-સંવર્ધન વિશે સંબોધન કરશે

રાજકોટ,તા. ૯: ૧૦ ઓગષ્ટ વિશ્વ સિંહ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવશે. વન વિભાગે વિશ્વ સિંહ દિવસની તૈયારી શરૂ કરી છે. મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલ સેટકોમ મારફત સિંહ સરક્ષણ અને સંવર્ધન અંગે સંબોધન કરશે. ૧૦ ઓગષ્ટના સાસણ ગીરમાં વહેલી સવારે સિંહના મોહરા પેહરી રેલીના આયોજન સાથે સાસણના જીપ્‍સી સંચાલકો અને ગ્રામજનો અને વન અધિકારી જોડાશે.

એશિયાઇ સિંહ માત્ર ભારત દેશના ગુજરાત રાજયના સૌરાષ્ટ્રના વિસ્‍તારમાં કુદરતી અવસ્‍થામાં વિહરતા જોવા મળે છે તેના સંરક્ષણ અને સંવર્ધનમાં સ્‍થાનીક લોકોનું અમુલ્‍ય યોગદાન રહેલું છે. રાજય સરકારના, ગુજરાત વન વિભાગ અને સ્‍થાનિક લોકોના સહિયારા પ્રયાસથી તેમજ ગુજરાત સરકારની વિવિધ યોજનાઓના પરિણામે સિંહોની વસ્‍તીમાં ખૂબ જ મોટો વધારો થયો છે.

આજે સૌરાષ્ટ્રના એશિયાટીક લાયન લેન્‍ડ વિસ્‍તારમાં કુદરતી અવસ્‍થામાં વિહરતા જોવા મળે છે. લોકોમાં સિંહ પ્રત્‍યેની જાગૃતિ નિર્માણ થાય અને સંરક્ષણ અને સંવર્ધનમાં વધુમાં વધુ મદદરૂપ થાય તે હેતુથી ગુજરાત અને સૌરાષ્ટ્રની હજારો શાળા કોલેજ દ્વારા રેલી અને સિંહ સંરક્ષણ અને સંવર્ધન મુદે લોકોમાં વધું જાગૃતા આવે તેવા સંદેશ સાથે જોડાશે.

૨૦૧૯ માં ૧૧.૩૭ લાખ લોકો જોડાયા હતા. જેમા NGO, પ્રકૃતિ પ્રેમીઓ, સિંહ પ્રેમી અને ગ્રામજનો જોડાયા હતા. બૃહદ ગીરના ૩૦ હજાર ચોરસ કિલોમીટરમાં મુકત મને વિહરતા સિંહો જોવા મળે છે. ૧૦ ઓગષ્ટના વિશ્વ સિંહ દિવસે ડિજીટલ અને વર્ચ્‍યુલ રીતે જોડાય તેના માટે ૭૦ લાખ લોકોને SMS અને ૧૭ લાખ લોકોને ઈ-મેઈલ મોકલવામાં આવશે.

વિશ્વ સિંહ દિવસે હેઝ ટેગ #worldlionday2022 કરીને સિંહના ટૂંકા વીડિયો, સિંહના ફોટોગ્રાફસ અને સોશિયલ મીડિયામાં શેર કરીને ઉજવણીમાં ભાગ લઇ શકે છે.

(12:13 pm IST)