Gujarati News

Gujarati News

News of Tuesday, 9th August 2022

નર્મદા પોલીસ આગામી તહેવારોમાં ડ્રોન કેમેરા દ્વારા બાઝ નજર રાખશે : જીતનગર ખાતે શાંતિ સમિતિની મિટિંગ યોજાઈ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જીલ્લામાં ૯ ઓગસ્ટ ૨૦૨૨ ના દિવસે મોહરમનો તહેવાર તથા વિશ્વ આદિવાસી દિવસ છે તે સદર્ભે પોલીસતંત્ર દ્વારા મોહરમ તહેવાર તથા વિશ્વ આદિવાસી દિવસ શાંતિપૂર્વક ઉજવાય તે માટે ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું તેમજ જિલ્લા પોલીસ વડા ની અધ્યક્ષતામાં હિંદુ - મુસ્લિમ આગેવાનો સાથે જીતનગર હેડ ક્વાટર ખાતે શાંતિ સમિતિની મિટિંગ યોજાઈ જેમાં ખુબ જ સારો સહકાર પોલીસતંત્રને મળ્યો,સાથો સાથે જિલ્લા નાં લોકોને સૂચના પણ અપાઈ કે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મોહરમ તહેવાર તથા વિશ્વ આદિવાસી દિવસમાં વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત રાજપીપળામાં લગાવેલ કેમેરા , બોડી વોર્ન કેમેરા અને ડ્રોન કેમેરાની મદદથી સંપૂર્ણ સર્વેલન્સ રાખવામાં આવનાર છે જેની તમામે નોંધ લેવી, પરવાનગી વગર કોઈ પણ વ્યક્તિ આ પ્રકારનું કૃત્ય કરશે તો તેઓ વિરુદ્ધ કાયદાકીય રીતે કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમજ સાયબર ક્રાઇમ શાખા દ્વારા વોટ્સએપ , ઇન્સ્ટાગ્રામ , ફેસબુક , ટવીટર જેવી તમામ સોશ્યલ મીડિયા પ્લૅટફોર્મ ઉપર અલગ - અલગ ટીમો બનાવી પ્રવૃતિ કરતા ઇસમો ઉપર સતત બાજ નજર રાખવામાં આવે છે . આ સાથે અમે નર્મદા પોલીસતંત્ર પૂર્ણરૂપથી આ મોહરમ તહેવાર તથા વિશ્વ આદિવાસી દિવસને સફળ બનાવવા કાર્યરત છીએ

(11:26 pm IST)