Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

રાજપીપળા એસટી ડેપોમાં 19 લાખના હીરાની ચોરીની ઘટના બાદ સીસીટીવી કેમેરા સિસ્ટમ બંધ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળાના એસટી ડેપોમાં થોડાક દિવાસ પહેલા જ રૂ. 19 લાખના હીરાની ચોરી ની ઘટના બની હતી એ અગાઉ પણ નાની મોટી ચોરી,મારા મારીના બનાવો આ ડેપોમાં બન્યા હોવા છતાં સીસીટીવી કેમેરા સિસ્ટમ હાલમાં લગભગ અઠવાડિયાથી ક્ષતિગ્રસ્ત હોવાનું જાણવા મળ્યું છે.

 જોકે 19 લાખના હીરાની ચોરીની ઘટના ડેપોના કેમેરામાં કેદ થઈ હતી અને તેના આધારે જ પોલીસે આ ચોરોને ગણતરીની કલાકોમાં ઝડપી લીધા હતા, પરંતુ ત્યારબાદ આ કેમેરા સિસ્ટમ અટકી ગઈ હોવાનું જાણવા મળ્યું હતું.

 આ બાબતે ડેપો મેનેજર પી.પી.ધામાં આ જણાવ્યું કે કેમેરા ચાલુ છે પરંતુ કોઈ વાયર ઢીલો હોય સ્ક્રીન માં દેખાતું નથી બાકી રેકોર્ડિંગ તો ચાલે છે.

(10:19 pm IST)