Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

વેરીસાલપુરા ગામની સિમમા જુગાર રમતા 6 શખ્સોમાંથી 3 રૂ. 700 સાથે ઝડપાયા : અન્ય 3 ફરાર

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા પોલીસે બાતમીના આધારે વેરીસાલપુરા ગામની સિમમા જુગાર પર છાપો મારી 3 ને રોકડ સાથે ઝડપી લીધા હતા જ્યારે અન્ય ત્રણ નાસી છૂટ્યા હતા.

 મળતી માહિતી અનુસાર રાજપીપળા પોલીસે તા.8 ઓગસ્ટ ની સાંજે 5.30 વાગે વેરીસાલપુરા ગામની સિમમા જુગાર પર છાપો મારતા કમલેશભાઈ રામજી ભાઇ વસાવા (રહે વેરીસાલપુરા તા.નાંદોદ જી.નર્મદા )( ર ) ચેતનભાઇ બચુભાઇ વસાવા( રહે ખામર ટેકરા ફળીયુ તા - ના દોદ જી નર્મદા )( 3 ) યોગેશભાઇ મુકેશભાઇ વસાવા( રહે.વેરીસાલપુરા તા.નાંદોદ )ને રૂપિયા 700 ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા જ્યારે અન્ય ત્રણમાં અંબાલાલ જીણાભાઈ વસાવા( રહે - વેરીસાલપુરા ) મહેશભાઈ દીવાનજીભાઈ વસાવા (રહે- જેતપુર તા. નાંદોદ જી.નર્મદા ) તથા હરેશભાઈ પરથમભાઈ વસાવા (રહે- વેરીસાલપુરા તા - નાંદોદ જી.નર્મદા ) ઓ રેડ દરમિયાન નાસી જતા વોન્ટેડ જાહેર કરી તમામ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

(10:19 pm IST)