Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

AAPમાં જોડાયા ખેડૂત એકતા મંચના પ્રમુખ સાગર રબારી

જાણીતા આંદોલનકારી, ગુજરાતની ખેતી અને આર્થીક નિતીઓના વિશેષગ્ય સાગર રબારી સહપ્રભારી ગુલાબસિંહ યાદવની હાજરીમાં આપમાં જોડાયા

અમદાવાદ :  ગુજરાતના જાણીતા આંદોલનકારી, ગુજરાતની ખેતી અને આર્થીક નિતીઓના વિશેષગ્ય સાગર રબારી આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ નેતા ઇસુદાન ગઢવી અને આપ ગુજરાત સહપ્રભારી ગુલાબસિંહ યાદવની હાજરી માં પ્રદેશ કાર્યાલય ખાતે આપ માં જોડાયા હતા. તેમણે ખેડૂત એકતા મંચ ના પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું હતું. તેઓ ગુજરાત ખેડૂત સમાજમાં સક્રિય હતા. ગુજરાત ખેડૂત સમાજમાં વિવાદ થતાં ખેડૂત એકતા મંચની કરી રચના કરી હતી. હતી.

આપ પ્રભારી ગુલાબસિંહ યાદવએ  ખેસ અને ટોપી પહેરાવી આપમાં પ્રવેશ કરાવ્યો હતો. સાગર રબારીએ કહ્યું હતું કે 37 વર્ષ સત્તા માટે સંઘર્ષ કર્યો છે. વ્યવસ્થા બદલાવાની આશા હતી. વ્યવસ્થા બદલાવાની આશા ન રહેતાં સામાજીક આંદોલન છોડી રાજકીય પાર્ટીમાં જોડાયો છું. આજે 9 ઓગસ્ટ ક્રાંતિ દિવસ અને આદિવાસી દિવસ હોવાથી રાજકારણમાં જોડાવોનો નિર્ણય કર્યો છે. સરમુખત્યારીનો સત્તા છોડોના નારા સાથે આપમાં જોડાયો છું. સમાન વિચારધારા વાળા લોકો આપમાં હોવાથી આપની પસંદગી કરી છે.

સાગરભાઈ રબારી ખેડૂત એકતા મંચ ના ગુજરાત ના પ્રમુખ છે, તેઓ ખેડૂત ના હક્ક માટે અત્યાર સુધી ઘણા બધા આંદોલન કરી ચુક્યા છે. તેઓ વર્ષ ૧૯૮૪ થી વર્ષ ૨૦૧૨ તેમ ૨૮ વર્ષ ગુજરાત લોકસમીતી માં ચુનીભાઈ વૈધ સાથે કામ કરેલ છે અને જ્યપ્રકાશ નારાયણ ના વિચારો થી પ્રભાવિત છે.

તેમણે વર્ષ ૨૦૧૮ માં ખેડૂતોના હક્ક માટે ખેડૂત એકતા મંચ ની સ્થાપના કરી અને તેઓ ખેડૂતો ના ગ્રામ નો વિકાસ, ખેતી ના પ્રશ્નો જેવાકે પાણી, ખેત વીમો, મિનિમમ ટેકા ના ભાવ વગેરે વિશે લડત લડે છે.

  તેઓએ ખેડૂતો માટે વડોદરા, મહુવા, મીઠી વીરડી, માંડલ-બહુચરાજી સર, ધોલેરા સર, સોમનાથ-કોડીનાર કાર્ગો રેલવે લાવી વગેરે જગ્યાએ સરકાર સામે લડત લડી ખેડૂતો ને ન્યાય અપાવ્યો છે.

(8:45 pm IST)