Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

સુરત : કોલેજો તો શરૂ થઇ પરંતુ હોસ્ટેલો બંધ હોવાથી દૂર-દૂરથી આવતા વિદ્યાર્થીઓ પરેશાન

સ્ટુડન્ટો માટે સમરસ અને યુનિવર્સિટીની હોસ્ટેલો બંધ હોવાથી શરૂ કરવાની માંગ ઉઠી

સુરત :  નર્મદ યુનિવર્સિટી દ્વારા ઓફલાઇન અને ઓનલાઇન બન્ને પરીક્ષાઓ ચાલી રહી છે. ત્યારે ગ્રામીણ વિસ્તારમાંથી આવનારા સ્ટુડન્ટો માટે સમરસ અને યુનિવર્સિટીની હોસ્ટેલો બંધ હોવાથી શરૂ કરવાની માંગ ઉઠી છે.

નર્મદ યુનિવર્સિટી સાથે જોડાણ ધરાવતી કોલેજોમાં વાપીથી તાપી અને ભરૂચ સુધી આવી છે. મોટાભાગના કોર્સો તો જે તે જિલ્લાની જ કોલેજોમાં વિદ્યાર્થીઓ ભણતા હોય છે. પરંતુ પોસ્ટ ગ્રેજયુએશના કે પછી ખાસ અભ્યાસક્રમ ભણવા માટે યુનિવર્સિટી કે સુરતની કોલેજોમાં આવવુ પડે છે.

હાલ તો વિદ્યાર્થી ઘરેથી અપ-ડાઉન કરીને ભણી રહ્યા છે. પરંતુ પરીક્ષાઓ લેવાતી હોવાથી અપડાઉન કરવુ મુશ્કેલ બનતુ હોવાથી આજે સેનેટ સભ્ય કનુ ભરવાડે કુલપતિને આવેદનપત્ર પાઠવીને હાલની પરીક્ષાની સ્થિતિને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓ સમરસ કે યુનિવર્સિટીની હોસ્ટેલમાં જ રહીને પરીક્ષા આપી શકે તે માટે હોસ્ટેલો શરૃ કરવા માંગ કરાઇ છે

(8:43 pm IST)