Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

તાપીમાં પ્રયોજના કચેરીમાં પ્રવેશ મુદ્દે કોંગ્રેસ નેતાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ

ધારાસભ્ય સુનિલ ગામીત દ્વારા ટ્રાઈબલ વિકાસની ગ્રાન્ટમાં ભ્રષ્ટાચાર મુદ્દે RTI માંગવામાં આવી દોઢ મહિનો વીતવા છતાં જવાબ ન આપતા કચેરરીએ પહોંચ્યા

તાપી જિલ્લામાં ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, ધારાસભ્ય સુનિલ ગામીત, પુનાજી ગામીત અને પોલીસ વચ્ચે જિલ્લાની પ્રયોજના વહીવટદારની કચેરીમાં પ્રવેશ મુદ્દે ઘર્ષણ સર્જાયુ હતું. ધારાસભ્ય સુનિલ ગામીત દ્વારા ટ્રાઈબલ વિકાસની ગ્રાન્ટમાં ભ્રષ્ટાચાર મુદ્દે RTI માંગવામાં આવી હતી. જેને દોઢ મહિનો વીતવા છતાં જવાબ ન આપતા સોમવારે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વ્યારાના ધારાસભ્ય પુનજીભાઉ સાથે પ્રયોજના કચેરી પર પહોંચ્યા હતા.

(8:17 pm IST)