Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

વડોદરાના ગોત્રી વિસ્તારમાં મકાનમાં ધમધમતા જુગારધામ પર પોલીસે દરોડા પાડી આંઠ શકુનિઓને રંગે હાથે દબોચ્યા

વડોદરા: ગોત્રી વિસ્તારના એક મકાનમાં ચાલતા જુગાર ધામ ઉપર મહિલા પીએસઆઇ સહિતની ટીમે દરોડો પાડતા આઠ જુગારીઓ ઝડપાઈ ગયા હતાગોત્રી રોડ કૃણાલ ચાર રસ્તા પાસે આવેલા ભેસાસુર નગરના એક મકાનમાં જુગાર રમાડવામાં આવી રહ્યો હોવાની વિગતો મળતાં મહિલા પી.એસ.આઇ સહિતની ટીમે દરોડો પાડ્યો હતો. પોલીસે જુગાર રમાડતા વિક્રમ પદમ ભાઈ થાપા તેમજ તેના સાત સાગરિતોને ઝડપી પાડી એક રીક્ષા, બાઈક, 4 મોબાઈલ અને રોકડા રૂપિયા 8880 મળી કુલ રૂ.એક લાખની મતા કબજે કરી હતી. પોલીસે પકડેલા જુગારીઓમાં (1) સંચાલક વિક્રમ થાપા,(2) રવિન્દ્ર ધ્યાન સિંહ રાણા (પરમેશ્વર એપાર્ટમેન્ટ,સમતા) (3) રાહુલ તેરસિંગ રાઠવા (વાલ્મીકિ કૃપા સોસાયટી,ગોત્રી રોડ) (4) જૈમીન મનોજભાઈ પરમાર (વાલ્મીકિ સોસાયટી) (5);ભુપેન્દ્ર ચંદ્રકાંત સોલંકી (ભેસાસુર નગર) (6) અજય કનુભાઈ રાજપુત (નવરંગપુરા વુડા ના મકાનમાં,સમતા (7) બળદેવ ભીખાભાઈ વસાવા (વાલ્મીકિ સોસાયટી) અને (8) રાજેન્દ્ર ચંદ્રકાંત સોલંકી (ભેસાસુર નગર)નો સમાવેશ થાય છે.

(6:02 pm IST)