Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

મહેમદાવાદમાં સરકારી ગોડાઉન સામે ગંદકીનું સામ્રાજ્ય જામતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા

મહેમદાવાદ:શહેરના વોર્ડ નં-૧ માં આવેલ સરકારી ગોડાઉન સામે આવેલ બારોટવાસ,રામનગર વિસ્તારમાં ગટરની લાઇન ઉભરાવવાની સમસ્યા ઊભી થઇ છે. આ સ્થિતી છેલ્લા ત્રણ મહિનાથી વકરતા સ્થાનિક નાગરિકો ત્રાહીમામ પોકારી ઉઠયા છે.ઉપરોક્ત વિસ્તારમાં વારંવાર ગટર લાઇન ઓવરફલો થાય છે. જે અંગે સ્થાનિક નાગરિકો દ્વારા પાલિકા સભ્યો અને પાલિકાના ડ્રનેજ વિભાગમાં જાણ કરે છે.જેથી પાલિકા દ્વારા રીપેરીંગ કરવા માટે કર્મચારીઓને મોકલી આપે છે.

પરંતુ આ કર્મચારીઓ દ્વારા ગટર લાઇન રીપેર તો કરે છે થોડા સમય બાદ પરિસ્થિતી જેસે થે જેવી થઇ જાય છે. આ સમસ્યા અંગે સ્થાનિક નાગરિકોના જણાવ્યા મૂજબ કર્મચારીઓ દ્વારા રીપેરીંગ તો કરવામાં આવે છે પરંતુ સમસ્યાનુ કોઇ સમાધાન થતુ નથી.આ અંગે સ્થાનિક નાગરિકના જણાવ્યા મૂજબ વરસાદ પડે ત્યારે આ વિસ્તારમાં કાદવ કિચ્ચડ પણ થાય છે. વળી ગટર ઉભરાવવાના કારણે આ વિસ્તારમાં મચ્છરજન્ય રોગચાળો ફાટી નિકળવાની દહેશત ફેલાઇ છે. પાલિકા દ્વારા સત્વરે સમસ્યાનુ નિરાકરણ લાવે નહી તો આગામી સમયમાં સ્થાનિક નાગરિકો હલ્લા બોલ કરે તેવી ચિમકી ઉચ્ચારાઇ છે.

 

(5:59 pm IST)