Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

નડિયાદની મરીડા ભાગોળમાં આવેલ શાંતિફળીયામાં મોડી રાત્રે બે જૂથો બાખડ્યા:સામસામે હુમલો થતા પોલીસ ફરિયાદ

નડિયાદ : નડિયાદ શહેરની મરીડા ભાગોળમાં આવેલ શાંતિફળીયા નજીક ગતરોજ મોડી રાતે બે જૂથો વચ્ચે અથડામણ થઇ હતી.ઘણા લાંબા સમયથી બંને ગુ્રપો વચ્ચે ધર્ષણ ચાલી રહ્યુ છે.ગતમોડી રાતે એક યુવક પર હિંચકારો હુમલો થતા શહેરમાં ચકચાર મચી છે.જો કે આ અંગે સત્તાવાર ફરિયાદ નોંધાઇ નથી.

મળતી વિગતો અનુસાર નડિયાદ શહેરના મરીડા ભાગોળમાં બે જૂથો આમને સામને આવી જતા ઘર્ષણ થયુ હતુ.જેમાં એક જૂથના મૂકેશ ઉર્ફે દાસ તરીકે ઓળખાતા યુવકને બીજા જૂથના વ્યક્તિઓ દ્વારા મારમારવામાં આવ્યો હતો.આ અંગે ચાલી રહેલ ચર્ચા પ્રમાણે બીજા જૂથના લોકો દ્વારા મૂકેશભાઇ પર તીક્ષણ હથિયારથી હુમલો કરી છાતી અને પગે ગંભીર ઇજાઓ પહોચાડી હતી.આ બનાવમાં શહેરના વોર્ડ નં-૬ ના એક મ્યુનિસીપલ અગ્રણીના પુત્ર અને તેના સાથીઓ દ્વારા યુવક ઉપર જીવલેણ હુમલો કરાયો હોવાનુ ચર્ચાઇ રહ્યુ છે.જે વાતને સત્તાવાર સમર્થન મળ્યુ નથી.જૂથ અથડામણનો ભોગ બનેલ મૂકેશભાઇ ઉર્ફે દાસને શરીર પર ગંભીર ઇજાઓ પહોચી હતી. સ્થાનિક યુવકો દ્વારા તેને તાત્કાલિક સારવાર અર્થે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.જો કે  યુવકની ઇજાઓ ગંભીર હોવાને કારણે તેને પ્રાથમિક સારવાર આપી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.આ અંગે શહેરમાં ચાલતી ચર્ચાઓ મૂજબ જૂથઅથડામણ થતા વિસ્તારમાં ભય અને અજંપાભરી સ્થિતીનુ નિર્માણ થયુ હતુ.વળી જૂની અદાવતના કારણે આ હિંચકારો હુમલો થતા વિસ્તારના નાગરિકોમાં ફફડાટ વ્યાપ્યો છે.આ બનાવમાં રાજકીય આગેવાનના દિકરાનુ નામ ઉછતા વાત ટોક ઓફ ધી ટાઉન બની છે.આ લખાઇ રહ્યુ છે ત્યા સુધી આ બનાવ અંગે કોઇ ફરિયાદ નોંઘાઇ ન હોવાની પોલીસ સુત્રો પાસેથી માહિતી સાંપડી છે.

(5:57 pm IST)