Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

વડનગર તાલુકાના બાજપુર પાટિયા નજીક છોકરીની મશ્કરી કરવા બાબતે ચાર શખ્સોએ રિક્ષામાં આવતા શખ્સ પર ધારિયાથી હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા ગુનો દાખલ

વડનગર:તાલુકાના બાજપુરા પાટીયા તરફ જતા રોડ પર છોકરીની મશ્કરી કરવાની અદાવતને લઈને ચાર શખસો રોડ પર આવી રીક્ષામાં આવતા શખસને ધારીયાથી માર મારી ઈજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકીઓ આપતી ફરિયાદ વડનગર પોલીસ મથકમાં નોંધાવાઈ છે.

વડનગર પોલીસ મથકમાં બાજપુરા ગામના ઠાકોર કનુજી વિરસંગજીએ નોંધાવેલ ફરિયાદ મુજબ ઠાકોર કનુજી સાંજના સુમારે રજુજીની લોડીંગ રિક્ષામાં પોતાના ઘરે આવતા હતા તે દરમિયાન ગામના ઠાકોર કાન્તી ઉર્ફે ધમો ગોવાજી, ઠાકોર લાલાજી ગોવાજી, ઠાકોર મુકેશજી બળવંતજી, ઠાકોર ભવાજી રૃપસંગજી તમામ બાજપુરા વાળા એકસંપ થઈ ધારીયુ, ધોકા લઈ આવી રીક્ષા ઉભી રખાવી જણાવેલ કે, લોડીંગ રિક્ષાવાળા રજુજીએ અગાઉ છોકરીની મશ્કરી કરેલ છે તેમ કહી ગાળો બોલી રજુજીને ઠાકોર કાન્તીજીએ ધારીયુ માથામાં તથા હાથ ઉપર મારી ઈજાઓ પહોંચાડી હતી. તેમજ ઠાકોર લાલાજીએ ઠાકોર કનુજી છોડાવવા જતાં તેમને પણ ડાબા હાથે ધારીયું મારી ફેક્ચર કરી ઈજાઓ પહોંચાડી હતી. તેમજ અન્ય બે શકસો દ્વારા ઉંધા ધારીયાના ગોદા મારી જાનથી મારી નાખવાની ધમકીઓ આપતી ફરિયાદ વડનગર પોલીસ મથકમાં નોંધાવાતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(5:54 pm IST)