Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

વિજયભાઈ રૂપાણી સરકારના પાંચ વર્ષ પૂર્ણ થવાના અવસરે લોકસેવાનાં કાર્યોનું આયોજન : આજે ૯ ઓગષ્ટ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે આદિવાસીઓને શિક્ષણ, આજીવિકા, આરોગ્ય સુખાકારી, સંરક્ષણ પૂરું પાડવા પાંચ વર્ષથી થઈ રહ્યા છે અથાક પ્રયાસો :આજે ૯ ઓગષ્ટે ૫૩ આદિવાસી તાલુકામાં વિવિધ કાર્યક્રમો : કરોડો રૂપિયાના લોકાર્પણ-ખાતમુહૂર્ત

આદિવાસી લોકો અને આદિજાતિઓ વિસ્તારોના સર્વાંગી વિકાસ કરતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના વિવિધ નિર્ણયો ખૂબ જ આવકારદાયક

રાજકોટ તા.૯ ; મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારને ઓગષ્ટ મહિનામાં પાંચ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે ૧ ઓગષ્ટથી ૯ ઓગષ્ટ - નવ દિવસ સુધી દરરોજ લોકસેવાના કાર્યોનું આયોજન કરવામાં આવ્યું છે. પાંચ વર્ષ આપણી સરકારના - સૌના સાથ, સૌના વિકાસના થીમ ઉપર ૧થી ૯ ઓગષ્ટ દરમિયાન ખાસ લોકસેવાના જે કાર્યો થવાના છે તે અંતગર્ત ૯ ઓગષ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસ હેઠળ ૫૩ આદિવાસી તાલુકામાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. આ દિવસે પ લાખ વિદ્યાર્થીઓને પ્રીમેટ્રીક શિષ્યવૃત્તિ હેઠળ રૂ. ૮૦ કરોડની ચૂકવણી થશે. બીરસા મુંડા આદિવાસી વિશ્વ વિદ્યાલયનું ખાતમુહૂર્ત, હળપતી આવાસ યોજના હેઠળ ૨૦૦૦ આવાસો તેમજ અન્ય આવાસ યોજના હેઠળ ૧૦૦૦ આવાસોના હુકમો આપવામાં આપવામાં આવ્યા હતા. વ્યક્તિગત યોજનાના કુલ ૨૦૦૦૦ લાભાર્થીઓને રૂ. ૫૬ કરોડની સહાયનું વિતરણ,  રૂ. ૩૫૫ કરોડના ખર્ચે ૧૪૯ કામોનું લોકાર્પણ અને રૂ. ૪૬૨ કરોડના ખર્ચે ૩૭ કામોનું ખાતમુહૂર્ત એમ કુલ ૮૧૭ કરોડ રૂપિયાના વિકાસકામોનો લાભ આદિવાસી જનતાને આજે મળ્યો હતો.

ગુજરાતના મુખ્યમંત્રી બન્યા બાદ વિજયભાઈ રૂપાણીએ આદિજાતિના વિદ્યાર્થી વિકાસમાં વધારો કરતા ઘણા નિર્ણયો લીધા છે. જેમ કે, આદિજાતિના વિધાર્થીઓના શૈક્ષણિક વિકાસ માટે પૂર્વ એસ.એસ.સી.ના વિધાર્થીઓને શિષ્યવૃતિ યોજનાના સુદ્રઢ અમલનો નિર્ણય, આદિજાતિના વિધાર્થીઓ માટે ગણવેશ સહાયની યોજનાના પરિણામલક્ષી અમલનો નિર્ણય, ધો.૯માં અભ્યાસ કરતી આદિજાતિની કન્યાઓને શિક્ષણમાં પ્રોત્સાહન આપવાનો નિર્ણય, આદિજાતિના વિધાર્થીઓને વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત ઉત્તમ કક્ષાના આવાસીય વિધાલયમાં સર્વશ્રેષ્ઠ શિક્ષણ મળે તે માટે ટેલેન્ટ પુલ સ્કૂલ વાઉચર યોજનાનો નિર્ણય, પોસ્ટ મેટ્રિક અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા આદિજાતિ વિધાર્થીઓને ભોજન બીલ સહાય યોજનાનો નિર્ણય,  ભારત સરકારની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃતિ યોજનાના પરિણામલક્ષી અમલનો નિર્ણય, આદિજાતિના વિધાર્થીઓ માટે મેડીકલ, એન્જીનીયરીંગ તથા ટેકનિકલ ડિપ્લોમાના અભ્યાસક્રમો માટે શૈક્ષણિક સાધનો ખરીદવા સહાય આ૫વાનો નિર્ણય, મેડિકલ અને ઈજનેર પ્રવેશ પરીક્ષા માટે રાજ્યના ૧૪ આદિજાતિ જિલ્લામાં NEET અને JEE માટેના ૧૧૦થી વધુ સેન્ટર મારફતે નિ:શુલ્ક કોચિંગ પૂરું પાડવાનો નિર્ણય, આદિજાતિ યુનિવર્સિટી ઓફ ગુજરાત બીલ ૨૦૧૭ના નિર્ણય થકી રાજપીપળા ખાતે રૂ.૩૪૧ કરોડના ખર્ચે બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીની સ્થા૫નાનો નિર્ણય, કોલેજકક્ષા તેમજ ઉચ્ચ અભ્યાસ કરતા આદિજાતિ વિદ્યાર્થીઓ માટે અમદાવાદ, વડોદરા, સુરત, વલ્લભવિદ્યાનગર, રાજકોટ, ભાવનગર, જામનગર, હિંમતનગર, ભુજ (કચ્છ) અને પાટણ જેવામોટા શહેરોમાં સમરસ હોસ્ટેલનું નિર્માણ કરવાનો નિર્ણય, આદિજાતિ વિદ્યાર્થીઓને રહેવા-જમવાની સુવિધા સાથે વિનામૂલ્યે વિજ્ઞાન પ્રવાહનું માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ પુરૂ પાડવા આદિજાતિ તાલુકાઓમાં ૨૫ નવી આદર્શ નિવાસી શાળાઓ શરૂ કરવાનો નિર્ણય, આદિજાતિ વિદ્યાર્થીઓ માટે નવા ૨૪ સરકારી છાત્રાલયો અને ૫૦ ગ્રાન્ટ ઈન એઈડ છાત્રાલયો શરૂ કરવાનો નિર્ણય, ગુજરાત રાજ્યમાં વસતા આદિજાતિના શિક્ષિત યુવક-યુવતિઓ માટે વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે રૂ. ૧૫ લાખની મર્યાદામાં લોન આપવાની જોગવાઈનો નિર્ણય.. વગેરે..

આદિજાતિના વિદ્યાર્થી વિકાસમાં વધારો કરવા ઉપરાંત આદિવાસી બાંધવોની આજીવિકા વધારો કરવા પણ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પોતાના શાસનના પાંચ વર્ષમાં કેટલાંક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે. જેવા કે, કૃષિ વૈવિધ્યકરણ યોજના દ્વારા આદિજાતિ વિસ્તારના ખેડૂતો કૃષિ થકી વધુ આવક મેળવતા થાય તે હેતુથી ખેડૂતોને સુધારેલ બિયારણ (મકાઈ, રીંગણ, ભિંડા, કારેલા, તથા દુધી) તથા પાકને અનુરૂપ રાસાયણિક ખાતરની કીટની સાથે સાથે જરૂરી તાલીમ આપવાનો નિર્ણય, સંકલિત ડેરી વિકાસ કાર્યક્રમ (IDDP) મારફતે આદિજાતિ મહિલાઓને સ્વનિર્ભર કરવા દુધાળા પશુ સાથે સાથે અન્ય સાધન સહાય જેવી કે, વાસણોની કીટ, ટ્રાન્સપોટેશન, પશુ વીમો, પશુ સારવાર, પશુ ખાણદાણ તથા તાલીમ આપવાનો નિર્ણય, સંકલિત પશુધન વિકાસ કાર્યક્રમ આદિજાતિ જિલ્લામાં પશુપાલન કરતા ખેડૂતોના પશુઓંનું વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા ક્રુત્રિમ બીજદાન કરી ઉચ્ચ નસલના બચ્ચા પેદા કરવાનો નિર્ણય, ગુજરાત રાજ્યના આદિજાતિ વિસ્તારમાં આવેલા બનાસડેરી, બરોડા ડેરી, દૂધધારા ડેરી, સાબર ડેરી, પંચામૃત ડેરી, સુમુલ ડેરી સાથે MOU દ્વારા દૂધાળા પશુ પૂરા પાડવાનો નિર્ણય, ટીસ્યુ કલ્ચર સુગરકેન, બનાના અને પોમોગ્રેનેટ તથા મધ ઉછેર અને કૃષિના યાંત્રિકીકરણ માટે આદિજાતિ ખેડૂતોને સાધન સહાય આપવાનો નિર્ણય, ગુજરાત રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં નાહરી કેન્દ્ર દ્રારા આદિવાસી મહિલાઓ ગૃહ ઉદ્યોગની વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરી તેના વેચાણ થકી ગ્રામ્ય વિસ્તારની આદિજાતિ મહિલાઓને પગભર બનાવવાનો નિર્ણય, ગુજરાત જમીન વિહોણા મજૂરો અને હળપતિ ગૃહનિર્માણ બોર્ડ દ્વારા કાચા મકાનમાંથી પાકા આવાસોના બાંધકામ માટે તેમજ ૨૦ કે તેથી વધુ વર્ષ જૂના/જર્જરીત હળપતિ આવાસોના પુન:નર્માણ માટે સહાય આ૫વાનો નિર્ણય.. વગેરે, આ સિવાય આદિવાસી વિસ્તારના વિકાસ માટે આઝાદીની રાષ્ટ્રીય ચળવળમાં ભાગ લેનાર આદિવાસી વીરો અને આદિવાસી સંસ્કૃતિના પરિચય માટે આદિવાસી વીર સ્વાતંત્ર્ય સેનાની માટે રૂ. ૧૦૦ કરોડથી વધુના ખર્ચે રાષ્ટ્રીય કક્ષાનું સંગ્રહાલય ઊભું કરવાનો નિર્ણય, ગીર, વલસાડ, સુરત, તાપી અને ભિલોડા ખાતે બિરસા મુંડા સાંસ્કૃતિક કેન્દ્રો શરૂ કરવાનો નિર્ણય, માનવ ગરીમા યોજનાના અસરકારક અમલનો નિર્ણય, આદિજાતિ વિસ્તારમાં ૩૦૦થી વધુ ઉદવહન સિંચાઈ યોજના પૂર્ણ કરવાનો તથા ૮૦૦થી વધુ નાના ચેકડેમો અને ૨૦૦ જેટલા મોટા ચેકડેમોનું બાંધકામ પૂર્ણ કરવાનો નિર્ણય, સાગબારા-દેડીયાપાડા જૂથ પાણી પુરવઠા યોજના અંતર્ગત સાગબારાના-૮૫, દેડીયાપાડાના ૧૧૭ અને સોનગઢના ૧૪ મળીને કુલ ૨૧૬ ગામોને પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડી પાણીની સમસ્યાનો ઉકેલ લાવવાનો નિર્ણય, મધ્ય ગુજરાત વિસ્તારની પાનમ જળાશય આધારિત પૂર્વ પટ્ટીના આદિવાસીઓમાટે અગત્યની રૂ. ૨૪૯.૬૧ કરોડની યોજના પૂર્ણ કરવાનો નિર્ણય, આદિવાસી વિસ્તારમાં તૂટેલા ચેક ડેમોના કામો સત્વરે પૂર્ણ કરવાનો નિર્ણય.. વગેરે.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આદિવાસી બાંધવોની આરોગ્ય સુખાકારીમાં પણ વધારો કરતા કેટલાંક અગત્યના નિર્ણયો લીધા છે. જેની માહિતી મેળવીએ તો.. પ્રાથમિક શાળામાં ભણતાં આદિવાસી બાળકોને શિક્ષણની સાથે પોષણયુક્ત આહાર મળી રહે અને બુધ્ધિની સાથે સાથે યોગ્ય શારીરિક વિકાસ થાય તે માટે રાજ્યમાં વસતા આદિજાતિના બાળકોને સર્વાગી વિકાસ માટે દુધ સંજીવની યોજનાના અસરકારક અમલનો નિર્ણય, આદિવાસી વિસ્તારમાં સિકલસેલ એનિમિયાના દર્દીઓને પ્રતિ માસ રૂ. પ૦૦ સહાય આપવાનો નિર્ણય, આર્થિક પછાત તથા આદિજાતી વિસ્તારોમાં પી.પી.પી. મોડલ હેઠળ મેડિકલ કોલેજો, સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલો અને ડાયગ્નોસ્ટીક સેવાઓ ઉપલબ્ધ કરાવવા રાજ્ય સરકારે નવી આરોગ્ય નીતિ-૨૦૧૬ અમલમાં મૂકવાનો નિર્ણય, વર્ષ ૨૦૧૮માં ૧૪ આદિજાતિ જિલ્લાઓમાં પ્રાથમિક શાળાઓની ૫.૭૫ લાખ વિદ્યાર્થિનીઓના માતા-પિતા અને વાલીઓને અન્ન ત્રિવેણી યોજના હેઠળ અનાજ પૂરું પાડવાનો નિર્ણય, ટી.બી. કેન્સર રક્તપિત અને સિકલસેલ એનિમીયાના દર્દીઓને વિના મૂલ્યે સારવાર આપવાનો નિર્ણય.. વગેરે.

આદિવાસી બાંધવોનુ સંરક્ષણ કરતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા લેવામાં આવેલા કેટલાક વધુ નિર્ણયો જોઈએ તો.. પેસા (પંચાયત એક્ષ્ટેન્શન ટુ ધ શિડયુલ એરિયાસ)ના નિયમોના ચુસ્ત અમલનો નિર્ણય, આદિવાસી જીલ્લાઓમાં આવેલી સહકારી બેંકો, સહકારી સુગર ફેકટરીઓ, દૂધ ઉત્પાદક સંઘો અને એ.પી.એમ.સી.ના અનુસૂચિત જનજાતિ માટે બેઠકો અનામત રાખવા સહકારી કાયદામાં જરૂરી સુધારા અને નિયમો બનાવવાનો નિર્ણય, આદિવાસીઓના રૂ. ૧૨૩ કરોડની બાકી વસસૂલાત સામે દંડનીય વ્યાજને માફી આપવાનો નિર્ણય, સરફેસ વોટરને પ્રાધાન્ય આપી આગામી પાંચ વર્ષમાં હેન્ડપમ્પ ફ્રી ગુજરાત બનાવવાનો નિર્ણય, ૫૦ જેટલા આદિજાતિ તાલુકાઓની ૨૫૮૪ ગ્રામપંચાયતો હેઠળની ૪૫૦૩ ગ્રામ સભાઓને ગૌણ વનપેદાશો અને ગૌણ ખનિજો સહિત વિકાસ માટેના નિર્ણયો સ્થાનિક કક્ષાએથી જ લેવાનો વિશેષ અધિકારનાં અમલનો નિર્ણય.. વગેરે. આ રીતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આદિવાસીઓ અને આદિજાતિ વિસ્તારોનો સર્વાંગી વિકાસ સાધી રહ્યાં છે.

(5:08 pm IST)