Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

અમદાવાદ કોર્પોરેશન પશ્ચિમ ઝોનમાં 11 કિ.મી.નો આરસીસી રોડ બનાવશેઃ 6 ઝોનમાં 206 કરોડના ખર્ચે નવા 83 રસ્‍તા બનશેઃ પાણી ભરાવવાનો પ્રશ્ન હલ કરાશે

પશ્ચિમના બદલે પૂર્વ ઝોનમાં પાણી ભરાવવાની સમસ્‍યા વધુઃ વિપક્ષની રજૂઆત

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની રોડ એન્ડ બીલ્ડીંગ કમીટીમા વરસાદી પાણી ભરાતુ હોય તેવા વિસ્તારમા આર સી સી રોડ બનાવવાની દરખાસ્ત કરવામા આવી છે. આ 83 આર સી સી રોડ માટે તમામ સાત ઝોન માંથી લિસ્ટ આવ્યું છે. પરંતુ આ લિસ્ટમાં સૌથી વધુ રોડ પશ્ચિમ વિસ્તારમાં બનાવાની વાત છે. ત્યારે વિપક્ષનુ કહેવુ છે કે હકીકતમા પૂર્વમાં પાણી ભરાવાની સમસ્યા વધુ છે.

વરસાદી સીઝનમાં દર વર્ષ અમદાવાદ શહેરમાં રસ્તા તુટી જાય છે. નાના-મોટા ખાડા પડી જાય છે ત્યારે અમદાવાદ મહાનગરપાલિકા આ માટે વરસાદી પાણી ભરાવાની સમસ્યાને જવાબદાર ગણે છે અને આથી જ્યા વરસાદી પાણી ભરાય છે તેવી 83 જગ્યાએ આર સી સી રોડ બનાવામા આવશે. આ માટે 206 કરોડનો જંગી ખર્ચ કરશે .તંત્રનુ કહેવુ છે કેજ્યાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા છે તેવી શહેરની વિવિધ જગ્યાઓનો સર્વે કરવામાં આવ્યો હતો અને તે સર્વે મુજબ 80થી 90 જેટલી જગ્યાઓ પર હવે આરસીસી રોડ બનાવવામાં આવશે.

આર સી સી રોડને ઝોન પ્રમાણે જોઇએ તો અમદાવાદના સાત ઝોનમાં પાણી ભરવાના સ્પોટ કોપોરેશન એ નક્કી કર્યા છે. જે મુજબ ત્યાં વધુ પાણી ભરાય છે ત્યાં આર સી સી રસ્તાઓ બનાવવામાં આવશે. સૌથી વધુ 11 કિલોમીટરનો રોડ પશ્ચિમ ઝોનમાં બનવાનો છે.

ઝોન                             ખર્ચ કરોડમાં

મધ્યઝોન                     10.74

પૂર્વ ઝોન                      63.59

ઉત્તર ઝોન                    19.06

ઉત્તર પશ્ચિમ ઝોન         15.20

પશ્ચિમ ઝોન                  71.30

દક્ષિણ ઝોન                  04.00

દક્ષિણ પશ્ચિમ ઝોન      10.00 

કોર્પોરેશને કરેલો આ  ભેદભાવનો વિરોધ કોંગ્રેસે કર્યો હતો. કોંગ્રેસના પૂર્વ વિપક્ષ નેતા દિનેશ શર્માએ કહ્યું હતું કે સૌથી વધુ જરૂરિયાત પૂર્વ વિસ્તારમાં છે. કોપોરેશન પૂર્વ સાથે ભેદભાવ કરી રહી છે.. હકીકતમા જોવા જઇએ તો પૂર્વમા આર સી સી ના વધુ રોડ બનાવા જોઇએ હલકી ગુણવતાના રોડ બનવાથી રોડ વરસાદમા તુટે છે. ત્યારે સારા રોડ બનાવાને બદલે આ સી સી રોડ બનાવાનો નિર્ણય કરાયો છે.

(4:22 pm IST)