Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

કેનેડામાં યોજાનાર સામાન્ય ચૂંટણીમાં સંસ્કારીનગરી છવાશે : મૂળ વડોદરાના બે ઉમેદવારો મેદાનમાં

MSUના પૂર્વ GS નવલ બજાજ બ્રેમ્પ્ટન (E) બેઠક અને રિન્કુ શાહ હમ્બર રિવર-બ્લેક ક્રીક (HRBC) બેઠકના ઉમેદવાર

વડોદરા :  કેનેડામાં આગામી સમયમાં યોજાનાર સામાન્ય ચૂંટણીમાં સંસ્કારી નગરીની મહિલા અને એમ.એસ.યુનિ.ના પૂર્વ GSએ સાંસદના ઉમેદવાર બન્યાં છે. બંને બરોડિયન કન્ઝર્વેટિવ પાર્ટી ઓફ કેનેડાના ઉમેદવાર તરીકે ચૂંટણીના મેદાનમાં ઝંપલાવ્યું છે. MSUના પૂર્વ GS નવલ બજાજ બ્રેમ્પ્ટન (E) બેઠક અને રિન્કુ શાહ હમ્બર રિવર-બ્લેક ક્રીક (HRBC) બેઠકના ઉમેદવાર છે.

(1:01 pm IST)