Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

વાયબ્રન્ટ ઇન્વેસ્ટર્સ સમિટ જાન્યુઆરી ૨૦૨૨માં ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિરમાં યોજાશે.

રોકાણકારોને આકર્ષવા માટેના સંવાદ, બિઝનેસ ડેલિગેશન તેમજ સેમિનાર કરવાની સૂચનાઓ પણ મળી

અમદાવાદ :  ગુજરાતમાં ૨૦૨૧માં મુલતવી રહેલી ૧૦મી વાયબ્રન્ટ ઇન્વેસ્ટર્સ સમિટ હવે જાન્યુઆરી ૨૦૨૨માં ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિરમાં યોજાશે. આ સમિટ યોજવા માટે રાયના ઉધોગ અને તેને સંલ વિભાગો જેવાં કે ઇન્ડેટ-બી, પ્રવાસન નિગમ, ઉધોગ કમિશનરની કચેરી સહિતના નવ જેટલા વિભાગોએ તૈયારી શ કરી છે.

રાજ્યમાં ૨૦૦૩થી અત્યાર સુધીમાં દર બે વર્ષે યોજાતી વાયબ્રન્ટ સમિટ નવ વખત થઇ છે. ગયા વર્ષે આ સમિટ યોજવાની થતી હતી પરંતુ મહામારીના કારણે યોજી શકાઇ ન હતી. હવે ૨૦૨૨ના જાન્યુઆરી મહિનામાં સમિટ યોજવામાં આવશે. ઉધોગ વિભાગના સૂત્રોએ કહ્યું હતું કે ઓગષ્ટ્રમાં કોરોના સંક્રમણની ત્રીજી લહેર નહીં આવે તો પરિસ્થિતિ જોઇને સરકાર નિર્ણય લેશે.

આ સમિટના ભાગપે દેશના મુખ્ય ઔધોગિક તેમજ વાણિિયક રીતે વિકસિત કેન્દ્રોમાંથી મૂડીરોકાણ આકર્ષવા માટે ઉધોગકારો, ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશન, ચેમ્બર ઓફ કોમર્સ અને વિવિધ ઉધોગ સંગઠનો સાથે બેઠકનું આયોજન કરવાની સૂચના મુખ્યમંત્રી કક્ષાએથી આપવામાં આવી છે. આ સમિટ માટે ઉધોગ વિભાગ, ઇન્ડસ્ટ્રીઝ કમિશનરેટ તેમજ ઇન્ડેટ-બીના અધિકારીઓને મુલાકાત આયોજન, રોકાણકારોને આકર્ષવા માટેના સંવાદ, બિઝનેસ ડેલિગેશન તેમજ સેમિનાર કરવાની સૂચનાઓ પણ મળી છે.

ગુજરાતમાં ૨૦૧૯ પછી ત્રણ વર્ષે યોજાઇ રહેલી સમિટમાં વિક્રમી મૂડીરોકાણ સાથે દેશ અને વિદેશના ઉધોગજૂથો તેમજ બિઝનેસ ડેલિગેશન વધારે પ્રમાણમાં આવે તે માટે પ્રચાર ઝૂંબેશ શ થાય તેવી સંભાવના છે. ઉધોગ વિભાગના અધિકારીએ કહ્યું હતું કે વિદેશ સ્થિત બિન નિવાસી ભારતીય, વિદેશી કંપનીઓ- ઉધોગજૂથો તેમજ વિદેશી ડેલિગેટસને આકર્ષવા માટે ગુજરાતના મંત્રીઓ તેમજ ઉચ્ચ અધિકારીઓના વિવિધ પ્રતિનિધિમંડળોનું આયોજન કરવા તૈયાર રહેવા સૂચના આપવામાં આવી છે.

ઉધોગકારોને વિવિધ પ્રકારની જમીન અંગેની માહિતી ઉપલબ્ધ કરવા માટે ઇન્ટીગ્રેટેડ ઇન્ડસ્ટ્રીયલ ઇન્ફેર્મેશન સિસ્ટમ નામનું સોટવેર ઇન્ડેટ-બી અને બાયસેગ દ્રારા તૈયાર કરવામાં આવ્યું છે. બીજી તરફ ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ અંતર્ગત ડીપીઆઇઆઇટી દ્રારા સ્ટેટ રિફોર્મ એકશન પ્લાનમાં રજૂ કરવામાં આવેલા વિવિધ સુધારાઓનું અમલીકરણ કરવામાં આવશે. આ સુધારાઓ સરકારના વિવિધ ૧૯ વિભાગો સાથે સબંધિત હશે. આ સમિટ માટે નાણા વિભાગ તરફથી ઉધોગ વિભાગને થનારા ખર્ચની પણ બજેટેડ જોગવાઇ કરવામાં આવી છે.

(11:56 am IST)