Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

મદામાં આમુ સંઘટનના સ્વતંત્ર ગ્રામપંચાયતના આંદોલન બાદ આદિજાતિ મંત્રીના આદેશથી ખુશી

dir="ltr">(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નાંદોદ તાલુકાની  ગ્રુપ ગ્રામ પંચાયતોને સ્વતંત્ર ગ્રામપંચાયત તરીકે નો દરજ્જો આપવા બાબતે ગુજરાત સરકાર ના આદિજાતિ મંત્રીનો આદેશ થતા આંદોલ દ્વારા લડત લડતા આંદોલનકારી ઓમાં ખુશી જોવા મળી આમુ સંગઠન દ્વારા નર્મદા જિલ્લા ની 100 કરતા વધારે ગ્રુપ ગ્રામ પંચાયતો ને મુક્ત કરી સવતતંત્ર પંચાયત નો દરજ્જો મળે એ માટે 2019 થી લડત ચલાવવા માં આવી રહી હતી જેમાં ગયા મહિને આમુ સંગઠન દ્વારા જિલ્લા કક્ષાએ 5 દિવસીય ધરણા કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો.ત્યારે ઘણા લાંબા સમયથી ચાલી રહેલા આ આંદોલન માં આદિજાતિ મંત્રીના સહકાર થકી હવે અંત આવશે એમ જણાઈ રહ્યું છે.
 આમુ સંઘટન નર્મદા જિલ્લાના પ્રમુખ મહેશભાઈ એસ.વસાવા એ આદિજાતિ મંત્રી એ કરેલા આ પોજેટિવ આદેશ ને આવકારી ખુશી વ્યક્ત કરી આભાર માન્યો હતો અને તારીખ ૯ ઓગસ્ટ એ આદિવાસી દિવસ પૂર્વે આ આદેશ ના સમાચાર મળતા સૌને ભારે ખુશી વ્યક્ત કરી હોવાનું જણાવ્યું હતું.
(10:23 pm IST)