Gujarati News

Gujarati News

News of Tuesday, 9th March 2021

સુરતના ઈચ્છાપોરમાં 11 મકાનો પર બુલડોઝર ફેરવી દેવામાં આવતા 50 લોકોના માથેથી છત છીનવાઈ જતા લોકોની હાલત કફોડી

સુરત: શહેરના સીમાડે ઇચ્છાપોરમાં 34 વર્ષ અગાઉ સંપાદિત કરાયેલી જમીનના ચાલી આવતા વિવાદ વચ્ચે આજે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ઇચ્છાપોર આહીરવાસમાં 7 પાકા મકાનો અને ઝુપડા પર બુલડોઝર ફેરવી દેવાયું હતું. જેને લીધે 50 થી વધુ વ્યક્તિઓ રોડ ઉપર આવી ગયા છે.

પ્રાપ્ત માહિતી મુજબ સને 1987 માં ઇચ્છાપોર આહીરવાસમાં આવેલી જમીનોનો સરકારે સંપાદિત કરીને જીઆઇડીસીને ફાળવવાનું નક્કી કર્યું હતું. પણ 20 જેટલા ગ્રામજનોએ વળતર લેવાનો ઇન્કાર કરતા વિવાદ થયો હતો. બાકીના ગ્રામજનોએ વળતર સ્વીકારી લીધું હતું. તે વખતે એક ચોરસમીટર જમીનનો ભાવ રૃા.17 થી 18 હતો. જ્યારે 20 ગ્રામજનો હાઇકોર્ટ સુધી કેસ લડયા હતા. પણ તેની અપીલ કાઢી નાંખવામાં આવી હતી.

(6:01 pm IST)