Gujarati News

Gujarati News

News of Tuesday, 9th March 2021

વડોદરા સહીત અન્ય શહેરોમાં પાર્ક કરેલ કારના કાચ તોડી ચોરી કરનાર ગેંગને પોલીસે ઝડપી જુદા જુદા ગુનાહના ભેદ ઉકેલ્યા

વડોદરા: શહેર  સહિત અન્ય શહેરોમાં પાર્ક કરેલી કારના કાચ તોડી ચીજવસ્તુઓની ઊઠાંતરી કરતી ગીલોલ ગેંગને પોલીસે ઝડપી પાડતા તેમની પાસે વડોદરાના જુદાજુદા ચાર ગુનાઓનો ભેદ ખૂલ્યો છે.

સનફાર્મા રોડ વિસ્તારમાં તાજેતરમાં એક સાથે બે કારના કાચ તોડી ચીજ વસ્તુઓની ઉઠાંતરીના બનાવો બન્યા હતા. પોલીસે સીસીટીવી ફુટેજ તેમજ મોબાઇલ સર્વેલન્સના આધારે તપાસ કરી ત્રણ જણાને ઝડપી પાડતાં ગીલોલ ગેંગનો પર્દાફાશ થયો છે.

પોલીસે પકડેલાઓમા મૂળ તામિલનાડુના વતની અને હાલમાં બાજવા કરચીયા રોડ પર ફાટક નજીક રહેતા રામુ વેંકટેશ તૈલી, અજય સાર વન તૂટી નાયકા અને કિશોર બાબુ ભાઈ નાયડુનો સમાવેશ થાય છે. પોલીસે તેમની પાસે કાચ તોડવા માટેના સાધન ગીલોલ, જરા ઉપરાંત સોનાની ચેન, 8 ખાલી પર્સ, 6 મોબાઈલ અને રોકડા રૂ.26,000 કબજે કર્યા હતા.

(5:57 pm IST)