Gujarati News

Gujarati News

News of Tuesday, 9th March 2021

અમદાવાદમાં મધરાત્રે તલવારથી કેક કાપીને બર્થડે ઉજવનારા ભૂરા પરમાર અને સાથીદારોની ધરપકડ

વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ પોલીસ કાર્યવાહી

અમદાવાદમાં 12 વાગ્યા બાદ લોકડાઉન લાગુ પડતું હોવા છતાં તલવાર થી કેક કાપવા જતા પોલીસે સાત જણાને પકડી લોકઅપમાં પુરી દીધા હતા.

અમદાવાદના ગોમતીપુર સ્થિત ઝાંઝરકા કોલોનીના ગેટ પાસે 6 માર્ચે રાત્રે બાર વાગ્યાની આસપાસ કરણ ઉર્ફે ભૂરા પરમાર નામના યુવકના જન્મ દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉજવણી દરમિયાન કરણ ઉર્ફે ભુરાએ તલવાર વડે કેક કટ કરીને પોતાના જન્મ દિવસની ઉજવણી કરી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં મુકતાં જ તે વાયરલ થયો હતો.

 બીજી તરફ શહેરમા કોરોનાને કારણે રાત્રે 12થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ હોવાથી વાયરલ થયેલા વીડિયો પોલીસ સુધી પહોંચતા પોલીસે તાત્કાલિક અસરથી કાર્યવાહી હાથ ધરી હતી ગોમતીપુરના કુંડાળાવાળી ચાલીમાં રહેતા કરણ ઉર્ફે ભુરા પરમાર સહિત પ્રદીપ લક્ષ્‍મણભાઈ સોલંકી, રાજદીપ ઉર્ફે રોબિન મહેશભાઈ સોલંકી, સહયોગ પરમાર, સાગર ઉર્ફે બટકો પરમાર, ધવલ કાપડીયા અને પ્રજ્ઞેશ ઉર્ફે પીન્ટુ સોલંકીને ઝડપી પાડીને પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

(12:48 pm IST)