Gujarati News

Gujarati News

News of Tuesday, 9th March 2021

અમદાવાદના થલતેજના પટેલ દંપતીની હત્યાના આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચે મધ્યપ્રદેશથી ઝડપ્યા

પોલીસે 200થી સીસીટીવી ફૂટેજ ચકાસ્યા હતા : દંપતિના ઘરે ફર્નિચરનુ કામ કરનાર જ માસ્ટર માઈન્ડ નીકળ્યો!!

અમદાવાદ: શહેરના પોશ વિસ્તાર થલતેજમાં એનઆરઆઇ પટેલ દંપતીની ગત સપ્તાહે હત્યા થઈ જતા ચકચાર મચી ગઈ હતી. આ કેસ સંદર્ભે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મધ્યપ્રદેશ ખાતેથી પાંચ આરોપી ઓની ધરપકડ કરી છે. આજે બપોર સુધીમાં તમામ આરોપીઓને અમદાવાદ લાવવામાં આવશે. ક્રાઇમ બ્રાન્ચ પત્રકાર પરિષદ યોજી સમગ્ર કેસની વિગતવાર માહિતી આપશે. ગુન્હામાં સંડોવાયેલ આરોપીઓ પૈકી બે આરોપીઓ ભીંડ જીલલાના મહેગાંવ વિસ્તારમાંથી અન્ય એક આમોખ વિસ્તારમાંથી, અને એકને અમદાવાદ જનતાનગર પકડવામાં આવેલ છે. દંપતિના ઘરે ફર્નિચરનુ કામ કરનાર જ માસ્ટર માઈન્ડ નીકળ્યો છે.

અશોકભાઈ કરશનદાસ પટેલ (71) અને જ્યોત્સનાબેન અશોકભાઈ પટેલની સવારે ગળું કાપીને હત્યા કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં દંપતીની દીકરી અને અન્ય સંબંધીઓ દોડી આવ્યા હતા. આ અંગે જાણ થતાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી ગુનેગારોની ભાળ મેળવવા ચક્રો ગતિમાન કર્યા હતા.

હેબતપુર શાંતિ પેલેસ બંગ્લોઝમાં રહેતા અશોકભાઈ અને પત્ની જ્યોત્સ્નાબહેનની હત્યા કરી રૂ.2.45 લાખની લૂંટ કરી ફરાર થઇ ગયેલા લૂંટારાને ઓળખવા પોલીસે હેબતપુર વિસ્તારમાં 200 કરતાં પણ વધારે સીસીટીવીના ફૂટેજ જોયા હતા. જેમાં લૂંટારા 2 બાઈક ઉપર આવ્યા હોવાનું પુરવાર થયું હતુ.

તેના આધારે ચારેય લૂંટારા અને હિસ્ટ્રીશીટર ચોર - લૂંટારા હોવાનું પોલીસ તપાસમાં પુરવાર થયું હતું. અશોકભાઈ અને જ્યોત્સ્નાબહેનની હત્યા કર્યા બાદ ચારેય આરોપી અમદાવાદ છોડીને બહાર ભાગી ગયા હતા

(9:58 am IST)