Gujarati News

Gujarati News

News of Monday, 8th March 2021

લ્યો બોલો : અધિકારીઓ કેબિનેટમંત્રી સહીત ધારાસભ્યોનું ગાંઠતા જ નથી :કુંવરજી બાવળિયા સહિત 10 ધારાસભ્યોની GADમાં ફરિયાદ

વિરોધ પક્ષના ધારાસભ્યોને તો સરકારી કાર્યક્રમોમાં આમંત્રણ જ અપાતા નથી: સરકાર કોઇ નક્કર પગલાં લેતી નહીં હોવાનું ધાનાણીએ આક્ષેપ કર્યો

 

અમદાવાદ : રાજયમાં થતાં સરકારી કાર્યક્રમોમાં જે તે વિસ્તારના સ્થાનિક ધારાસભ્યોનો પ્રોટોકોલ જાળવવામાં આવતો નહીં હોવાનો ધડાકો વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં પૂછાયેલાં પ્રશ્નના જવાબમાં થયો છે. વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું કે, સરકારી તંત્ર અને અધિકારીઓ દ્વારા વિરોધ પક્ષના ધારાસભ્યોને તો સરકારી કાર્યક્રમોમાં આમંત્રણ જ અપાતા નથી તે તો ઠીક છે. પરંતુ અધિકારીઓ કેબિનેટ મંત્રી અને ધારાસભ્યોને પણ ગણકારતાં નહીં હોવાની ફરિયાદ સામાન્ય વહીવટ વિભાગ (GAD) સમક્ષ થઇ છે. જેમાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા અને ભાજપના કતારગામના ધારાસભ્ય વિનોદ મોરડીયા તથા અન્ય આઠ જેટલાં ધારાસભ્યોનો સમાવેશ થાય છે.

 આ ફરિયાદોના પગલે સામાન્ય વહીવટ વિભાગ દ્વારા સંબંધિતોને પ્રોટોકોલ જાળવવા જણાવ્યું હોવા છતાં અધિકારીઓને ધારાસભ્યોના માન-સન્માન અને પ્રોટોકોલ સાથે કોઇ જ લેવા દેવા ન હોય તે પ્રમાણેનું વર્તન કરી રહ્યાં છે. છતાં સરકાર કોઇ નક્કર પગલાં લેતી નહીં હોવાનું ધાનાણીએ આક્ષેપ કર્યો છે.

   લાઠીના ધારાસભ્ય વિરજીભાઇ ઠુમ્મરે પ્રોટોકોલ ભંગ થયાની ફરિયાદ સંબંધે વિધાનસભાના તારાંકિત પ્રશ્નોત્તરીમાં પ્રશ્ન કર્યો હતો કે રાજયમાં થતા સરકારી કાર્યક્રમો જે તે વિસ્તારના સ્થાનિક ધારાસભ્યોને કેવા પ્રકારનો પ્રોટોકોલ આપવાની જોગવાઇ છે તે અંગે તેનો મુખ્યમંત્રી તરફથી અપાયેલા જવાબમાં જણાવ્યું છે કે, સામાન્ય વહીવટ વિભાગ દ્વારા તેમ જ ભારત સરકાર દ્વારા આ બાબતે સમયાંતરે વિવિધ ઠરાવો-પરિપત્રો કરવામાં આવ્યા છે

  આ ઉપરાંત બેઠક વ્યવસ્થા સંદર્ભે Warrant Of Precedence બહાર પાડવામાં આવી છે. છેલ્લાં બે વર્ષમાં પ્રોટોકોલ ભંગ બદલની 10 ફરિયાદો આવી છે. જેમાં લાઠીના ધારાસભ્ય વિરજી ઠુમ્મરની બે ફરિયાદો આવી છે. આ ઉપરાંત કતારગામના ધારાસભ્ય વિનોદ મોરડીયા, બાયડના ધારાસભ્ય જશુભાઇ પટેલ, પાણી પુરવઠા, પશુપાલન અને ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડ મંત્રી કુંવરજી બાવળિયા, પાદરાના ધારાસભ્ય જશપાલસિંહ પઢિયાર, ખેડબ્રહ્માના ધારાસભ્ય અશ્વિન કોટવાલ, છોટા ઉદેપુરના ધારાસભ્ય મોહનસિંહ રાઠવા, ચોટીલાના ધારાસભ્ય રૂત્વિક મકવાણા અને ધારાસભ્ય પુંજાભાઇ વંશની ફરિયાદો આવી હતી. આ ફરિયાદોમાં પરિપત્રોની અમલવારી નિયમાનુસાર થાય તે માટે જણાવ્યું છે. તેમ જ પ્રોટોકોલ ભંગ ન થાય તે માટે કાર્યવાહી કરવા ઉપરાંત સરકારી પ્રોટોકોલ જળવાય અને ભવિષ્યમાં આવા બનાવો ન બને તેની તકેદારી રાખવા જણાવાયું છે.

(12:26 am IST)
  • દેશમાં કોરોનાના નવા કેસમાં ઝડપી વધારો : નવા કેસ કરતા રિકવર થનારની ઘટતી સંખ્યા : એક્ટિવ કેસમાં પણ વધારો :રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 18, 433 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,12,29,054 થઇ :એક્ટિવ કેસ 1,85,932 થયા વધુ 14,051 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,08,80,628 થયા :વધુ 86 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,57,879 થયા: દેશમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં નવા 11.141 નવા કેસ નોંધાયા access_time 12:05 am IST

  • અખિલ ભારતીય સાધુ સમાજના સદસ્‍ય, કચ્‍છ સાધુ સમાજના અધ્‍યક્ષ અને નાથ સંપ્રદાય સાથે જોડાયેલ કચ્‍છના યોગી શ્રી પૂજ્‍ય દેવનાથ યોગીજીએ કોરોના રસીનો પ્રથમ ડોઝ લીધો access_time 11:31 am IST

  • સાંજે ૪:૩૦ વાગ્યે ઉત્તરાખંડના ભાજપના મુખ્યપ્રધાન ત્રિવેન્દ્રસિંહ રાવતે અંતે રાજીનામુ આપી દીધુ છે : તેમના સ્થાને મોટાભાગે અનિલ બલૂની મોખરે દોડે છે : વિકલ્પે ધનસિંહ રાવતનું નામ પણ ચર્ચામાં છે access_time 4:33 pm IST