Gujarati News

Gujarati News

News of Thursday, 8th March 2018

વલસાડના કુંડી ફાટક નજીક દારૂ ભરેલી બુટલેગરની કારે બાઇકને ટક્કર મારતા પતિનું મોત :પત્નીને ગંભીર ઇજા

બુટલેગર દારૂ ન પકડાય તે માટે હિટ એન્ડ રન કરી ફરાર

વલસાડના કુંડી ફાટક નજીક દારૂ ભરેલી બુટલેગરની કારની ઠોકરે દંપતી ખંડિત થયું છે રાજ્યમાં દારૂબંધીના સરેઆમ લિરા ઉડી રહ્યાં છે ક્યાંક પોલીસ બુટલેગરની જેમ દારૂ સાથે પકડાય છે તો ક્યાંક બુટલેગર દારૂ પકડાય તે માટે હિટ એન્ડ રન કરી ફરાર થઇ જાય છે.તેવી ઘટનામાં દારૂ ભરેલી બુટલેગરની કારે બાઈક સવાર દંપતીને ટક્કર મારતા બાઈક ચાલક યુવાનનું ઘટના સ્થળે મોત નિપજ્યુ છે અને કારની ટક્કરે મહિલાને ગંભીર ઇજાઓ પહોંચી છે. કાર ચાલક બુટલેગરો ઘટના સ્થળેથી ફરાર થય ગયા છે. પોલીસ ફરી તપાસના કામે લાગી ગઇ છે.

(12:21 am IST)