Gujarati News

Gujarati News

News of Thursday, 8th March 2018

રાજ્યમાં મહાનુભાવોની સુરક્ષા માટે 15 કરોડના ખર્ચે બુલેટ રેસિસ્ટન્સ વી.વી.આઈ.પી.વાહનો પુરા પડાશે

ઉત્સવો માટેના ખર્ચની દરવર્ષે વધતી જોગવાઈ ;ઈવીએમ અને વીવીપેટ મશીન રાખવા વખારોના બાંધકામ માટે 100 કરોડની જોગવાઈ

ગાંધીનગર :રાજ્યની મુલાકાતે આવતા રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને વિદેશી મહેમાનો જેવા મહાનુભાવોને સુરક્ષા પૂરી પાડવા માટે ૧૫ કરોડના ખર્ચે બુલેટ રેસિસ્ટન્સ વી.વી.આઈ.પી. વાહનો પુરા પાડવામાં આવશે.જયારે તહેવાર અને ઉત્સવ પ્રિય રાજ્ય સરકાર દ્વારા ૨૦૧૫-૧૬ના વર્ષમાં કરોડ અને ૨૦૧૬-૧૭ના વર્ષમાં .૬૦૮૫ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. જ્યારે ચાલુ વર્ષે .૮૩ કરોડ ખર્ચના અંદાજ સામે નવા વર્ષમાં કરોડની જોગવાઈ કરાઈ છે

   રાજ્યમાં ઈવીએમ અને વિવીપેટ મશીન રાખવા માટે વખારોનું બાંધકામ કરવા માટે આગામી વર્ષમાં ૧૦૦ કરોડની જોગવાઈ કરી છે રાજ્ય સરકાર દ્વારા ચૂંટણી માટે ૨૦૧૭-૧૮ના વર્ષમાં ૩૦૯.૯૩ કરોડનો સંભવિત ખર્ચ દર્શાવાયો છે. જેમાં ગુજરાત વિધાનસભા-૨૦૧૭ની યોજાયેલી ચૂંટણી માટે ૨૧૦ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.

  વર્ષની તમામ ચૂંટણીઓમાં મતદાર જાગૃતિ માટે .૬૦ કરોડનો ખર્ચ દર્શાવવામાં આવ્યો છે. જ્યારે આગામી વર્ષે મતદાર જાગૃતિ માટે માત્ર ૫૦ લાખની જોગવાઈ કરવામાં આવી છે.

  આગામી વર્ષમાં મતદાર યાદીઓ તૈયાર કરવા અને છપાવવા માટે ૪૪.૧૮ કરોડની જોગવાઈ સૂચવવામાં આવી છે.

  આગામી વર્ષમાં મતદારોને ઓળખ કાર્ડ આપવા માટે .૨૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

  રાજ્યમાં માહિતી અધિકાર અધિનીયમના અમલ માટે વર્ષ ૨૦૧૮-૧૯માં રૂપિયા .૮૬ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ૨૦૧૭-૧૮નાં વર્ષમાં માહિતી અધિકારના કાયદાના અમલ માટે રૂપિયા .૨૯ કરોડની જોગવાઈ સામે .૧૯ કરોડનો સંભવિત ખર્ચ સૂચવવામાં આવ્યો છે.

 

(11:04 pm IST)