News of Thursday, 8th March 2018

રાજ્યના 11 પીઆઇની આંતરિક બદલી :ફેરફારથી પોલીસબેડામાં ચર્ચા

કે. ડી. ખાંભલા ભાવનગરથી સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં મુકાયા: જી.એચ.પઠાણને મહિલા પીઆઇ શાહીબાગથી એન્ટી હ્યુમન ટ્રાફિક યુનિટમાં બદલી

 

ગાંધીનગર :રાજ્યમાં પીઅાઇની અાંતરિક બદલીઅો કરાઈ છે પોલીસ ઇન્સપેક્ટરની બદલીઅો કરાતાં સ્થાનિકમાં ફેરફારથી પોલીસતંત્રમાં પણ ચર્ચા જાગી છે રાજ્યના 11 પીઅાઇની બદલી કરાઈ છે.જેમાં ખાડીયામાં જી.અેસ. ચાંદ ચાર્જમાં હતા તેમને કાયમ કરાયા છે. અમદાવાદમાં સ્થાનફેર બહાર અાવ્યું છે જયારે કે. ડી. ખાંભલા ભાવનગરથી સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં મૂકવામાં અાવ્યા છે. જી.એચ.પઠાણને મહિલા પીઆઇ શાહીબાગથી એન્ટી હ્યુમન ટ્રાફિક યુનિટમાં બદલી કરાઈ છે.પોલીસતંત્રમાં ફેરફારોથી પોલીસતંત્રમાં પૂછપરછનો દોર ચાલું થયો છે.

પીઆઇ વી.બી.બારડ મણીનગરથી ક્રાઇમબ્રાન્ચ

હિતેસસિંહ ઝાલા સરદારનગરથી ટ્રાફિક

પી.જી.સરવૈયા કંટ્રોલથી મણિનગર

એમ.એમ.સિંઘ મહિલા પીઆઇ કંટ્રોલમાંથી મહિલા વેસ્ટ

જી.એચ.પઠાણ મહિલા પીઆઇ શાહીબાગથી એન્ટી હ્યુમન ટ્રાફિક યુનિટ

.ડી.ગોહિલ મેઘાણીનાગર સેકંડમાંથી સિનિયર

જી.એસ.ચાંદ ખાડિયા ચાર્જમાં હતા તેમાં કાયમ કર્યા

કે.ડી.ખાભલા ભાવનગરથી સેટેલાઇટ

આર.એન.વિરાણી બહારથી આવ્યા સરદારનગર મુક્યા

વી.જે.વ્યાસ કંટ્રોલથી સ્પેશ્યલ બ્રાન્ચ

જી.એ.ડામોર બહારથી કંટ્રોલમાં મુક્યા

(11:03 pm IST)
  • બિટકોઇનના ભાવમાં તોફાની ઘટાડો નોંધાતો જોવા મળ્યો છે. બિટકોઇન ૯૦૦૦ની સપાટી તોડી ૮,૯૭૪ના મથાળે જોવા મળ્યો હતો. એક સપ્તાહમાં બિટકોઇનના ભાવમાં ૧૮ ટકાનો ઘટાડો નોંધાતો જોવા મળ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં બિટકોઇનના ભાવમાં સાત ટકાથી વધુનું ગાબડું પડ્યું છે. access_time 4:46 pm IST

  • માળીયા મિંયાણામા પાણીની ભારે તંગી : એક બેડા માટે ૩ કિ.મી. દૂર રઝળપાટ : મહિલાઓ અને પુરૂષોએ સાથે પીવાના પાણી ભરવા જવુ પડે છે : ઉનાળાના પ્રારંભે જ વિકટ પરિસ્થિતિ access_time 5:54 pm IST

  • મમતા બંગાળની ચિંતા કરે, દેશની નહિં: રામ માધવઃ ભાજપ મહાસચિવ રામ માધવે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને જણાવ્યું કે, તે દેશની નહિં પણ પોતાના રાજ્યની ચિંતા કરે : તેઓએ વધુમાં જણાવ્યું કે, 'ત્રિપુરામાં કોઈ મૂર્તિ તોડવામાં નથી આવી. આ દુષ્પ્રચાર થઈ રહ્યો છે એક ખાનગી સ્થાન પર જેને મૂર્તિ લગાવી, તેને જ દૂર કરી' : તોડફોડ તો બંગાળમાં થઈ રહી છે access_time 3:49 pm IST