Gujarati News

Gujarati News

News of Thursday, 8th March 2018

ડ્રગ્સનું દેશવ્યાપી રેકેટ ઝડપાયું :અમદાવાદ અને અમેરિકા સુધીના કેનેક્શન :નાઈઝિરિયન યુવક્ની બેંગ્લુરુથી ધરપકડ

જોન સોમડીનાને ઝડપી લેવાયા બાદ સંડોવણીમાં સામેલ અન્ય દેશોના 12 જેટલા વિદેશીઓએ દબોચી લેવાયા

 

અમદાવાદ : ડ્રગ્સનું દેશવ્યાપી રેકેટ ઝડપાયું છે જેમાં અમદાવાદ સહીત અમેરિકા સુધીના કેનેક્શન ખુલ્યા છે નાઈઝિરિયન યુવક્ની બેંગ્લુરુથી ધરપકડ કરાયા બાદ કેસમાં સંડોવણીમાં સામેલ અન્ય દેશોના 12 જેટલાને પણ ઝડપી લેવાયા છે અમદાવાદના નાર્કોટિક્સ વિભાગ દ્વારા અપાયેલી માહિતીના આધારે ડ્રગ્સનું મોટું દેશવ્યાપી રેકેટ પકડી લેવાયું છે બેંગલુરુની NCB ટીમ દ્વારા એક નાઈજેરિયન યુવકની ધરપકડ કરાઈ છે અને 2014થી ચાલી રહેલા ડ્રગ્સના રેકેટના તાર અમેરિકા સુધી પહોંચ્યા છે. તેમાં સંડોવણીમાં શામેલ 12 જેટલા લોકોની અત્યાર સુધીમાં ધરપકડ કરી લેવામાં આવી છે.

  અંગેની વિગત મુજબ બેંગલુરુના નાર્કોટિક્સ વિભાગ દ્વારા 4 માર્ચે, બેંગલુરુ રેલવે સ્ટેશનથી દિલ્હી જઈ રહેલા નાઈજેરિયન યુવક જોન સોમાડીનાને (41 વર્ષ) ઝડપી લેવામાં આવ્યો હતો સાથે પાછલા એક વર્ષમાં 12 જેટલા ડ્રગ્સના કેસમાં પણ તેની સંડોવણી હોવાનું બહાર આવ્યું છે.જોન પાસેથી મેળવેલી માહિતીને આધારે નોર્કોટિક્સ વિભાગે નાઈજેરિયા, કેન્યા, વેનેઝુએલા, વિયેતનામ, કોલમ્બિયા અને બ્રાઝિલના અન્ય 12 જેટલા વિદેશીઓને પણ પકડી લીધા છે. સાથે અમદાવાદ અને વડોદરા રેલવે સ્ટેશનેથી NCB પકડેલા 2 નાઈજેરિયન યુવકોની લિંક જોન સાથે હોવાનું સામે આવ્યું છે.
  
વડોદરામાં જૂન 2017ના દિવસે પિટર ઓકાફોર નામના નાઈજેરિયન યુવકને 843 ગ્રામ એમ્ફેટામાઈન, 255 ગ્રામ કોકેન અને 65 ગ્રામ ટેબ્લેટ્સ મળીને કુલ 3.5 કરોડનો મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યો હતો. જ્યારે અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનેથી જોન વિલિયમ બેસ્ટને 587 ગ્રામ કોકેન, 700 ગ્રામ એમ્ફેટામાઈન મળીને 6 કરોડના માલ સાથે પકડાયો હતો.

   પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે જોનના તાર સાઉથ અમેરિકન દેશોઈન્ટરનેશલન ડ્રગ રેકેટ સાથે જોડાયેલા છે. સાઉથ અમેરિકાના દેશો મારફતે જ ડ્રગ્સને ભારતમાં લવાતું હતું. એવી શંકા છે કે જોન વર્ષ 2014થી દેશમાં ડ્રગ્સનું રેકેટ ચલાવી રહ્યો છે.

(10:38 pm IST)