Gujarati News

Gujarati News

News of Thursday, 8th March 2018

ગુજરાતમાં બિટકોઇન દ્વારા છેતરપિંડીનો પ્રથમ કેસ સુરતના સરથાણા પોલીસ સ્ટેશનમાં નોંધાયો

સુરતઃ બિટકોઇન દ્વારા છેતરપિંડી પ્રથમ કેસ ગુજરાતમાં નોંધાયો છે. અને આ અંગે સુરતના સરથાણા પોલીસ સ્‍ટેશનમાં ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે.

એમ્બ્રોડરીના વ્યવસાય સાથે જોડાયેલા ઉમેશભાઈ જૈનની ફરિયાદ મુજબ પોતાનું બીટકોઈન એકાઉન્ટ જીમેલ સાથે કનેક્ટ હતું ત્યારે ઈમેલ એકાઉન્ટ હેક કરીને 19 ડિસેમ્બરના રોજ બેંક એકાઉન્ટમાંથી રૂપિયા 11.80 લાખના 0.999 બીટકોઈન બારોબાર ટ્રાન્સફર થઈ ગયા હતા. વેપારીની ફરિયાદના પગલે ક્રાઈમબ્રાંચે પુણાગામના રહેવાસી આરોપી ભાવિક હરખાણીની ધરપકડ કરી છે. જ્યારે અને એક આરોપી ઘનશ્યામને વોન્ટેડ જાહેર કરાયો છે. અને આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ છે. ગુજરાતમાં બિટકોઈનથી છેતરપીંડીનો પ્રથમ કેસ સુરતના સરથાણા પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે. આ કેસમાં પોલીસે સાયબર ક્રાઈમ માસ્ટરને ઝડપી પાડયો છે. આ વ્યક્તિએ ૧૧.૮૦ લાખના બિટકોઈન ઓનલાઈન ટ્રાંસફર કરી લીધા હતા. ઈ-મેઈલ આઈડી હેક કરી આ બિટકોઈન ટ્રાંસફર કર્યા હતા. પોલીસે અત્યારે આ શખ્સની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, એમ્બ્રોડરીનો વ્યવસાય કરતા ઉમેશભાઈ જૈને નોંધાવેલ ફરીયાદ મુજબ તેમનુ બિટકોઈન એકાઉન્ટ જી-મેઈલ સાથે કનેક્ટ હતુ. ત્યારે તેમના ઈ-મેઈલ આઈડીને હેક કરી ૧૯ ડિસેમ્બર ૨૦૧૭ના રોજ ૧૧.૮૦ લાખ રૃપિયાની કિંમતના બિટકોઈન ટ્રાંસફર કરી લીધા હતા. પોલીસે આ ફરીયાદના આધારે તપાસ હાથ ધરીને ભાવિક હરખાણી નામના શખ્સની ધરપકડ કરી છે. સામાન્ય સંજોગોમાં આ રીતે બિટકોઈનની ઓનલાઈન છેતરપીંડી કરવાનુ કામ ખૂબ જ મુશ્કેલ છે. તેવા સંજોગોમાં કોઈ સાઈબર ક્રાઈમના ભેજાબાજે આ કારસ્તાન કર્યુ હોવાની આશંકાના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસે શહેરમાં સાયબર નિષ્ણાંત લોકોની યાદી તૈયાર કરી તપાસ કરતા ભાવિક હરખાણી પર શંકા ગઈ હતી. જેના આધારે ભાવિકની અટકાયત કરી પૂછપરછ કરતા તેણે પોતાનો ગુનો કબુલી લીધો હતો.

આ પ્રકરણમાં કારખાનેદારે જેની પાસેથી અગાઉ ક્રિપ્ટોકોઈન ખરીદયા હતાં તે વ્યક્તિની પણ સંડોવણી બહાર આવી છે. સરથાણા જકાતનાકા અવધ વાઈસ રોયમાં રહેતા એમ્બ્રોઈડરીના કારખાનેદાર ઉમેશભાઈ અનુપચંદ જૈનનું ઈમેઈલ આઈડી હેક કરી ભેજાબાજે તેમના બ્લોકચેન વોલેટમાંથી અંદાજીત રૃ. ૧૧.૫૭ લાખની કિંમતના ૦.૯૯૯ બિટકોઈન ઝેબપે વોલેટમાં ટ્રાન્સફર કરી દેતા આ અંગે ઉમેશભાઈએ સરથાણા પોલીસ મથકમાં અરજી કરી હતી. અરજીના આધારે સરથાણા પોલીસે ગતરોજ ગુનો નોંધ્યો હતો. દરમિયાન, સાઈબર ક્રાઈમના આ બનાવની તપાસ ક્રાઈમ બ્રાંચના ટેકનીકલ સેલના પીએસઆઈ કે.એમ.ભુવા અને ટીમે પણ શરૃ કરી હતી. ક્રાઈમ બ્રાંચની ટીમે ટેકનીકલ સર્વેલન્સના આધારે કારખાનેદારના બિટ કોઈનની ચોરી અંગે ભાવિક ગુણવંતભાઈ હરખાણી (રહે. એ-૨૫, ઈશ્વરનગર વિભાગ-૨, પૂણાગામ, સુરત) ની પુછપરછ કરતાં તેણે પોતાના ગુનાની કબૂલાત કરી હતી.

ભાવિકે ઘનશ્યામ પાસેથી કારખાનેદારનો યુઝર આઈડી-પાસવર્ડ મેલવી બિટકોઈન પોતાના વોલેટમાં ટ્રાન્સફર કરી પોતાના વોલેટથી બિટકોઈન વેચી રૃ. ૧૦ લાખ મેળવ્યા હતા. પોતાના એકાઉન્ટમાં આવેલા રૃ. ૧૦ લાખ તેણે અન્ય એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી ઉપાડી લીધા હતા. ક્રાઈમ બ્રાંચે ભાવિકનો કબજો સરથાણા પોલીસને સોંપ્યો છે. સરથાણા પોલીસ ઘનશ્યામની પણ શોધખોળ કરી રહી છે.

(8:04 pm IST)