Gujarati News

Gujarati News

News of Thursday, 8th March 2018

ચાંદણા નજીક બોલેરોની હડફેટે પશુનું મોત

ખેડા:ખેડા-ધોળકા રોડ ઉપર ચાંદણાં નજીક બોલેરો ગાડીએ પશુને અડફેટે લેતા મોત નિપજ્યું હતું. પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ ખેડા તાલુકાના ચાંદણામાં નારણભાઈ રાજાભાઈ રબારી રહે છે. આજે સવારે તેમની ભેંસો રોડ ઉપરથી જતી હતી ત્યારે બોલેરો ગાડી નં જીજે૦૯ એવી ૧૮૦૩ એ ટક્કર મારતા કાળી ભેંસનું મોત નિપજ્યું છે. આ બનાવ અંગે ખેડા ટાઉન પોલીસે જાણવા જોગ નોંધ દાખલ કરી હતી.

(6:09 pm IST)