News of Thursday, 8th March 2018

કડોદરા ચાર રસ્તાથી પોલીસે યુવાનની ચેઇન લૂંટી ફરાર થનાર ત્રણ ગઠિયાને ઝડપ્યા

સુરત:જિલ્લાના કડોદરા ચાર રસ્તાથી પોલીસે બાઈક સવાર ત્રણ શખ્સોને ઝડપી પુછતાછ કરતા ડાંભા ગામે મોર્નિંગ વોકમાં નીકળેલા યુવાનને ચપ્પુ મારી ચેઈન લૂંટી જવાનો ભેદ ઉકેલાયો છે. આરોપીઓએ પાંડેસરા અને સચીન વિસ્તારમાં લૂંટ અને બાઈક ચોરીની કબુલાત કરી છે.
કડોદરા પોલીસ અને એલસીબીની ટીમે બાતમી આધારે કડોદરા ચાર રસ્તા નાકાબંધી કરી હતી. તે સમયે બારડોલી તરફથી નંબર વિનાની હોન્ડા સાઈન બાઈક પર આવેલા ત્રણ યુવાન શખ્સોને ઝડપી લીધા હતા. પોલીસે પકડેલા ધર્મેન્દ્ર ઉર્ફે સોનુ ઉર્ફે હનીસીંગ નારાયણ પાંડે (ઉ.વ.૨૬, હાલ રહે-બગુમરા, મહાદેવનગર, તા.પલસાણા, મૂળ રહે-કરભી, તા.ચિત્રકૂટ, જિ.ચિત્રકૂટ, ઉત્તરપ્રદેશ), સંદીપ કુમાર ઉર્ફે તિસરી ઉર્ફે કલુટી રાકેશસિંહ ઠાકુર (ઉ.વ.૨૬, હાલ રહે-સચીન, સુરત. મૂળ રહે-સરકંડી, તા.ફતેપુર, ઉત્તરપ્રદેશ) અને વેદ પ્રકાશ જગમોહનસીંગ કુસ્વાહ (ઉ.વ.૨૧, હાલ રહે- વરેલી તળાવ પાસે શાંતિ પેલેસ, તા.પલસાણા. મૂળ રહે-સદવાપુર, તા.સિકદરા, જિ. કાનપુર, ઉત્તરપ્રદેશ) ની સઘન પુછતાછ શરૃ કરી હતી.
જેમાં થોડા દિવસ અગાઉ ડાંભા ગામે મોહણી જતા રોડ પર મોર્નીંગ વોકમાં નીકળેલા ભરતસિંહ ડાહ્યાભાઈ સોલંકી (રહે-ડાંભા) ને ચપ્પુ મારી ગળામાં પહેરેલી સોનાની ચેઈન લૂંટી ગયા હોવાની કબુલાત કરી છે. તેમજ એકાદ માસ અગાઉ સુરતમાં બાટલીબોય નજીક એક્ટીવા સવાર મહિલાના ગળામાંથી સોનાની ચેઈન ખેંચી ભાગી ગયા હતા. નિયોલ ચેકપોસ્ટ નજીકથી ચાલતા જતા યુવાનના ગળામાંથી સોનાની ચેઈન ખેંચી હતી.

(6:03 pm IST)
  • ઉત્તર પ્રદેશ સમાજવાદી પક્ષના ઉમેદવાર જયા બચ્ચને શુક્રવારે રાજ્યસભા માટે નામાંકન ભર્યું છે. તેમણે વિધાનસભાના સેન્ટ્રલ હોલમાં નોમિનેશન દાખલ કર્યું હતું. આ દરમિયાન સ.પા.ના પ્રમુખ અખિલેશ યાદવના પત્ની સાંસદ શ્રીમતી ડિમ્પલ યાદવ, સ.પા.ના ઉપપ્રમુખ કિરણ મય નંદા, સ.પા.ના રાષ્ટ્રીય સચિવ રાજેન્દ્ર ચૌધરી અને સહારા ગ્રૂપના ચેરમેન સુબ્રતા રોય સહારા પણ હાજર રહ્યા હતા. access_time 8:42 pm IST

  • જીતેન્દ્ર પરના જાતિય શોષણના કેસમાં નવો વળાંક : તેની કઝિને ફેરવી તોળ્યું, હવે કહ્યું ‘માત્ર છેડતી કરી હતી, સંબંધ નહોતો બાંધ્યો’ access_time 9:24 am IST

  • ભવિષ્યમાં ગાંધી-નહેરુ પરિવારની બહારની વ્યક્તિ કોંગ્રેસ પ્રમુખ હોઈ શકે છે :સોનિયા ગાંધી access_time 11:55 pm IST