Gujarati News

Gujarati News

News of Thursday, 8th March 2018

સુરત: ઈ-મેઈલ હેક કરી 11.57 લાખના બીટકોઈન ટ્રાન્સફર કરવાના બનાવમાં એક શખ્સની ધરપકડ

સુરત:એમ્બ્રોઈડરીના કારખાનેદારનું ઈ-મેઈલ હેક કરી રૃ. ૧૧.૫૭ લાખના બિટકોઈન ટ્રાન્સફર કરવાના બનાવમાં ક્રાઈમ બ્રાંચે ટેકનીકલ સર્વેલન્સના આધારે ટેક્ષટાઈલના વ્યવસાય સાથે સંકળાયેલા પૂણાના યુવાનને ઝડપી પાડી સરથાણા પોલીસે સોંપ્યો છે. આ પ્રકરણમાં કારખાનેદારે જેની પાસેથી અગાઉ ક્રિપ્ટોકોઈન ખરીદયા હતાં તે વ્યક્તિની પણ સંડોવણી બહાર આવી છે.

સરથાણા જકાતનાકા અવધ વાઈસ રોયમાં રહેતા એમ્બ્રોઈડરીના કારખાનેદાર ઉમેશભાઈ અનુપચંદ જૈનનું ઈમેઈલ આઈડી હેક કરી ભેજાબાજે તેમના બ્લોકચેન વોલેટમાંથી અંદાજીત રૃ. ૧૧.૫૭ લાખની કિંમતના ૦.૯૯૯ બિટકોઈન ઝેબપે વોલેટમાં ટ્રાન્સફર કરી દેતા આ અંગે ઉમેશભાઈએ સરથાણા પોલીસ મથકમાં અરજી કરી હતી. અરજીના આધારે સરથાણા પોલીસે ગતરોજ ગુનો નોંધ્યો હતો. દરમિયાન, સાઈબર ક્રાઈમના આ બનાવની તપાસ ક્રાઈમ બ્રાંચના ટેકનીકલ સેલના પીએસઆઈ કે.એમ.ભુવા અને ટીમે પણ શરૃ કરી હતી.

(6:00 pm IST)