News of Thursday, 8th March 2018

સુરતમાં સેક્સ વર્કરે ૧૪ વર્ષની કિશોરીનો દેહ અભડાવતા બચાવ્યોઃ ઘરેથી ભાગી છૂટી દેહ વ્યાપારમાં જોડાવા ઇચ્‍છતી આ કિશોરીને NGOની મદદથી ઘર સુધી પહોંચાડી

સુરત: સામાન્ય રીતે સેક્સ વર્કરોની સમાજમાં અવગણના થતી હોય છે. પરંતુ સેક્સ વર્કરમાં માનવતા અને સંવેદનશીલતા હોય છે તેવું અેક સેક્સ વર્કરે સાબિત કરી દીધું છે. તેણીઅે અેક ‌૧૪ વર્ષની કિશોરીનો દેહ અભડાય તે પહેલા જ તેને ઘર સુધી પહોંચાડી હતી.

મુગલીસરાના રેડ લાઈટ એરિયામાં રહેતા સેક્સ વર્કર્સે 14 વર્ષીય કિશોરીને દેહ વ્યાપારમાં જતી રોકી ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું. સેક્સ વર્ક્સે કિશોરીને બચાવી અને તેના ઘરે પરિવાર પાસે મૂકી આવ્યા. પાંડેસરા વિસ્તારમાં રહેતી કિશોરી દેહ વ્યાપાર કરવા માટે ઘરેથી ભાગી ગઈ હતી.

સેક્સ વર્ક્સના કલ્યાણ માટે ચાલતી સંસ્થા સહયોગ મહિલા મંડળના સભ્ય અનિતા શિંદેએ જણાવ્યું કે, ”સેક્સ વર્ક્સે રાત્રે 11 વાગ્યાની આસપાસ રિંગરોડ પાસે એક મહિલાને કોઈ પુરુષ સાથે વાત કરતા જોઈ. થોડીવાર મહિલાને જોયા પછી તેમને જાણ થઈ કે તે કિશોરી છે, જે ક્લાયંટની શોધમાં છે. સેક્સ વર્ક્સને તેની સાથે વાત કર્યા પછી જાણ થઈ તેની ઉંમર માત્ર 14 વર્ષ છે.

કિશોરીએ સેક્સ વર્કરને જણાવ્યું કે તેનું કોઈ ઘર નથી અને તે દેહ વ્યાપાર કરીને પૈસા કમાવવા માગે છે. બાદમાં કિશોરીને એક NGO લઈ જવાઈ જ્યાં તેને જમવાનું આપ્યું. બે દિવસ સુધી કિશોરીનું ઘર શોધવા માટે NGOના સભ્યોએ પ્રયાસ કર્યો. પરંતુ કિશોરીએ પોતાનું સાચું સરનામુ ન જણાવ્યું. શરૂઆતમાં કિશોરીએ પોતાનું નામ પણ ખોટું કહ્યું હતું.

જ્યારે કિશોરીને NGOના સભ્યએ પોલીસમાં આપી દેવાની ધમકી આપી ત્યારે જ સાચું સરનામું જણાવ્યું. અંતે NGOએ કિશોરીને પરિવારને સોંપી. કિશોરી ગુમ થવાથી તેનો પરિવાર પણ ચિંતાતુર હતો. કિશોરીને અવારનવાર તેના માતા-પિતા સાથે ઝઘડો થતો હોવાથી ઘર છોડી નાસી ગઈ હોવાનું જાણવા મળ્યું.

(5:43 pm IST)
  • દુનિયાના મહાન વૈજ્ઞાનિક આઈનસ્ટાઈને 42 વર્ષની ઉંમરે તેનાથી 20 વર્ષ નાની ઉંમરની યુવતીને પ્રેમ પત્ર લખ્યો હતો. જો કે આ પ્રેમ પત્ર વિશે ભાગ્યે જ કોઈ જાણતું હશે. આલબર્ટ આઈનસ્ટાઈનના 97 વર્ષ પહેલા લખાયેલા આ પત્રની ઈઝરાયેલની રાજધાની જેરુસેલમમાં 4 લાખ રૂપિયામાં હરાજી થઈ. જો કે એલીસાબેટ્ટા પીસીની નામની એ યુવતીએ આઈનસ્ટાઈનના પ્રેમનો સ્વીકાર કર્યો નહોતો. access_time 12:41 am IST

  • સુરેન્દ્રનગરના રળોલ ગામે સેન્ટ્રીંગનું કામ કરતા 7 મજૂરોને વીજશોક :એકનું મોત access_time 12:09 am IST

  • સસ્પેન્ડેડ IAS અધિકારી પ્રદિપ શર્માની અટકાયતઃ સાબરમતી જેલની બહાર આવતાની સાથે જ અટકાયત : હાઈકોર્ટે હજુ ગઈકાલે જ જામીન આપ્યા હતા : વિદેશમાં હવાલા દ્વારા નાણા મોકલવામાં આવ્યાનો કેસ ચાલી રહ્યો છે access_time 3:49 pm IST