Gujarati News

Gujarati News

News of Thursday, 8th March 2018

મહિલા દિન નિમિતે ધારાસભા ગૃહમાં મહિલાઓ દ્વારા સંચાલન

ગાંધીનગર તા. ૮ :.. આજે આંતર રાષ્ટ્રીય મહિલા દિવસ હોવાથી વિધાનસભા ગૃહની કામગીરી શરૂ થઇ ત્યારે વિધાનસભાના અધ્યક્ષ તરીકે મહિલા સભ્ય ડો. નિમાબેન આચાર્ય દ્વરા ગૃહનું સંચાલન હાથ ધરવામાં આવ્યું હતું.

રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અને વિરોધ પક્ષના નેતા શ્રી પરેશ ધાનાણીએ મહિલા દિવસ નિમિતે મહિલાઓને શુભેચ્છા પાઠવી હતી.

આજે વિધાનસભામાં પ્રશ્નોતરી કાળ દરમ્યાન પુછવામાં આવેલ પ્રશ્નોમાં મહિલા સભ્યોને પ્રશ્નો પુછવાની તક વધારે આપવામાં આવી હતી. આજની પ્રશ્નોતરીમાં ધારાસભ્યોએ પણ મહિલા ધારાસભ્યોને શુભેચ્છાઓ પાઠવી હતી. સભ્યોએ જુનુ ગીત યાદ કર્યુ હતું. 'માનો તો મેં ગંગા માં હું નહિ તો વહેતા પાની નું'. કોંગ્રેસના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમારે મહિલા દીનની શુભેચ્છાઓ પાઠવી અને સ્વ. ઇન્દીરા ગાંધીને પ્રથમ મહિલા વડાપ્રધાન તરીકે યાદ કર્યા હતાં.

(4:32 pm IST)