News of Thursday, 8th March 2018

લગ્રોં ઇન્ડિયા દ્વારા એકસપીરિન્શિયલ સેન્ટર ઈનોવલની અમદાવાદમાં જાહેરાત

અમદાવાદઃ ઈલેકિટ્રકલ અને ડિજિટલ બિલ્ડિંગ ઈન્ફ્રાસ્ટ્રકચરમાં વૈશ્વિક આગેવાન લગ્રોં ઈન્ડિયા દ્વારા અમદાવાદમાં અત્યાધુનિક સેન્ટર ઈનોવલનું ઉદ્ઘાટન કરાયું હતું. ઈનોવલ પ્રોડકટ શોકેસીસની લગ્રોંની વૈશ્વિક બ્રાન્ડ છે. ઈનોવલ નામ નાવીન્યપૂર્ણ પ્રોડકટોની શ્રેણી વિકસાવવાના લગ્રોંના બ્રાન્ડ મુલ્યને પ્રદર્શિત કરે છે. ઈનોવલ તેની ઈન્ડિયા ગ્રુપ કંપની પ્રોડકટો હોસ્ટ કરશે જેમાં લગ્રોં, ન્યુમેરિક એન્ડ વોલરેકનો સમાવેશ થાય છે. વૈશ્વિક સીરે ઈનોવલ ફ્રાન્સ, ગ્રીસ, ચિલી, બ્રાઝિલ, કોલંબિયા, દુબઈમાં આવેલ છે અને ભારત ખાતે મુંબઈમાં તેના લોન્ચ સાથે એશિયા પેસિફિક પ્રદેશમાં પ્રવેશ કર્યો છે.

કંપની હવે તેના એકસ પીરિન્શિનલ સેનટર સાથે અમદાવાદની બજારને આકર્ષિત કરવા માટે સંપૂર્ણ સુસજજ છે. લગ્રાો ઈન્ડિયાની ભારતમાં ૨૦૧૮ના અંત સુધી આઠ ઈનોવલ એકસપીરિયન્શિયલ સેન્ટરો શરૂ કરવાની યોજના છે. લગ્રોં ઈન્ડિયાના સીઈઓ અને મેનેજિંગ ડાયરેકટર શ્રી જીન ચાર્લ્સ થુઓર્ડ જણાવ્યું હતું કે નવા યુગના ગ્રાહકો વિશે વાત કરવા અને નવી ઓફરો તથા નિપુણતાઓ સંબંધમાં તેની વિશ્વસનીયને઼ વધુ મજબૂત બનાવવા માટે લગ્રોંએ પોતાનો અભિગમ અપડેટ કર્યો છે.

(4:00 pm IST)
  • ગાંધીનગરમાં પુરપાટ જઇ રહેલા રર લાખનાં બાઇક સાથે ગાય અથડાતા યુવકનું મોત access_time 3:49 pm IST

  • રાજકોટના જામકંડોરણાના અડવાણાનાં એક ખેતરમાં યુવક - યુવતીના જમીનમાં દાટેલા મૃતદેહ મળતા ચકચાર મચી જવા પામી છે : પોલીસે શરૂ કરી તપાસ access_time 9:24 am IST

  • સુરતના કાપડના વેપારી તુલસીસિંહ રાજપૂતના પુત્ર અમિતનો મૃતદેહ મળ્યોઃ હત્યા થઈ હોવાનું પરીવારજનોનો આક્ષેપ : મૃતદેહ સ્વીકાર ઈનકાર access_time 5:54 pm IST