Gujarati News

Gujarati News

News of Thursday, 8th March 2018

વૃદ્ધાવસ્થામાં રહેતા યુગલોને દુબઈ ફરવા લઈ જવાનું રૂપિયા ૨૬ લાખની છેતરપીંડી

ભરૂચના ૨૨ સિનિયર સિટીઝનોને ઠગી ટ્રાવેલ સંચાલક ફરાર

ભરૂચ : વડોદરા કારેલીબાગ સ્થિત સ્ટારટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના સંચાલકો પરીન ઉર્ફ પૂલીન ઠક્કર, મનનશાહ તેમજ નિર્મલ વ્યાસ નામના ઈસમોએ દુબઈ સહિત વિદેશ પ્રવાસની લોભામણી જાહેરાતો કરી ભરૂચના બિપિનચંદ્રબાબુભાઈ જગદીશવાલા (ઉ.વ.૬૦  રહે. મજમુદાર એસ્ટેટ,સેવાશ્રમ સામે, ભરૂચ) સહિત ભરૂના અન્ય રર જેટલા સિનિયરસિટિઝન યુગલોને ૭ દિવસ અને ૬ રાત્રિ દુબઈમાં રોકાણ સાથેભરૂચ-દુબઈથી ભરૂચની ટૂર પેકેજની લાલચમાં ફસાવી ત્યારબાદસ્ટાર ટૂર્સ ટ્રાવેલ્સના સંચાલકોએ રર યુગલોના કપલ દીઠરૂ.૧,રર,૦૦૦ બે તબક્કે ઉઘરાવ્યા હતા.

જેમાં વૃદ્ધ યુગલોએ એકાઉન્ટ પે ચેક બનાવવા વણાવતા ગઠિયા પરીન ઉર્ફ પૂલીન ઠક્કરે તેઓને અકબર ટ્રાવેલ્સ ઓફ ઈન્ડિયા પ્રા.લી., તેમજબિન્દ્રા હોલી ડે સ્ટાર ટૂર અને ઋત્વા હોલિડેઝ સહિત અલગ-અલગ કંપનીના ચેકો બનાવી રૂ.ર૬.૮૪ લાખ ઉપરાંતનીરકમ ખંખેરી લઈ રાતોરાત ઉઠમણું કરી પલાયન થઈ જતાંવૃદ્ધાવસ્થામાં પોતાના જીવન સાથી સાથે વિદેશ પ્રવાસના સ્વપ્નસેવતા રર જેટલા પરિવારોમાં સોંપો પડી જવા પામ્યો હતો.

(12:56 pm IST)