News of Thursday, 8th March 2018

૧૦ લાખથી વધુ વસ્તીવાળા શહેરોમાં મલ્ટી મોડેલ ટ્રાન્સપોર્ટ સુવિધા : માંડવિયા

અમદાવાદ તા.૧ : રાજયસભામાં પુછાયેલ એક પ્રશ્નના ઉત્તરમાં કેન્દ્રિય  રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવેઝ, શીપીંગ, કેમિકલ્સ અને ફર્ટીલાઇઝર્સ મંત્રી  મનસુખભાઇ માંડવીયાએ જણાવેલ હતું કેદેશમાં પબ્લિક ટ્રાન્સપોર્ટની સુવિધા વધારો કરવા ભારત રસકાર પ્રયત્નશીલ છે અને સાથે જ ગ્રીન ટેકનોલોજીનો પણ વિસ્તાર થાય તેનું ધ્યાન રાખવામાં આવી રહયું છે. દસ લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં મલ્ટી મોડેલ ટ્રાન્સપોર્ટ વિકસાવવા સરકારે દરખાસ્ત મંગાવેલ છે. આ અન્વયે દરેક દસ લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરો અને સ્પેશીયલ સ્ટેટટમાં રૂ.૧૦પ કરોડની મર્યાદામાં ગ્રાન્ટ આપવાની જોગવાઇ કરેલ છે. આ મલ્ટી મોડેલ ટ્રાન્સપોર્ટ સુવિધા ઇલેકટ્રીક બસ, ઇલેકટ્રીક ફોર  વ્હીલ ટેક્ષી અને ઇલેકટ્રીક થ્રી વ્હીલર દ્વારા પુરી પાડવામાં આવશે.

ભારત સરકારનાં મંત્રાલયને જુદા જુદા ર૧ જેટલા રાજયોમાંથી ૪૪ શહેરોને સમાવતી ૪૭ દરખાસ્ત મળી છે. જેના દ્વારા ૩,૧૪૪ ઇ-બસ, ર૪૩૦ એ-ફોર વ્હીલ ટેક્ષી અને ર૧,પ૪પ ઇ-રીક્ષાની જરૂરીયાત સામે છે. દરખાસ્તની ચુકવણી કરી જુદા જુદા  ૧૧ શહેરો દિલ્હી, અમદાવાદ, બેગ્લુર, જયપુર, મુંબઇ, લખનૌ, હૈદ્રાબાદ, ઇન્દોર, કોલકતા, જમ્મુ, ગુવાહાટીની પસંદગી કરવામાં આવેલ છે. પસંદ થયેલા શહેરોમાં વાહનોઓને ચાર્જીગ કરવાનું ઇન્ફ્રાસ્ટ્રકચર પુરૂ પાડવા રૂ.૧પ કરોડની મર્યાદામાં ફંડ આપવાનું પણ નકકી કરેલ છે.

 

(11:49 am IST)
  • સુરત -જિલ્લા એસ.પી.એ પ્રવીણ તોગડીયાના અકસ્માતમાં મામલે પી.એસ.આઈ. રાજીવ સંધાડા અને બે કોન્સ્ટેબલ જીવન ભાઈ અને કોન્સ્ટેબલ રાજેન્દ્ર સિસોળેને કર્યા સસ્પેન્ડ access_time 9:24 am IST

  • ગુજરાત વિધાનસભામાં અપાઈ વિગતો :22 ધારાસભ્યોને ડાયાબિટીસ અને 90ને બ્લડપ્રેસર :વિધાનસભાનો સમય બદલવા વિચારણા :12ને બદલે 11 થી 4-30 કરવા અને શુક્રવારે 9-30 થી 2 સુધી કરવા વિચારણા access_time 12:00 am IST

  • રાજકોટમાં સિલ્વર પાર્ક -4 માં રહેતા પ્રોફેસર રક્ષીત રૈયાણીની બળાત્કારના કેસમાં મહિલા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આરોપી રક્ષીતના ઘરમાં સર્વિસ કોન્ટ્રાક્ટર પર રહેતી છોકરીએ રક્ષીત રૈયાણી પર બળાત્કાર અને મારપીટ કર્યાની ફરિયાદ પોલીસમાં કરી હતી, આ ઉપરાંત રક્ષીતના માતા - પિતાની પણ મદદગારી કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. આ એજ રક્ષીત રૈયાણી છે જેણે તાજેતરમાજ પોતાની ત્રીજી પત્નીને ઘરમાંથી બહાર તગેડી મૂકી હતી અને એ પત્ની એના ઘરની જ બહાર ધરણા પર બેઠી હતી. access_time 12:55 am IST