News of Thursday, 8th March 2018

ગૃહમાં પણ સરકાર ગેરમાર્ગે દોરી રહી છે : પરેશ ધાનાણી

બાળકો ગુમ થવાના મામલે સરકાર ગંભીર નથીઃ પરેશ ધાનાણી દ્વારા સરકાર ઉપર આકરા પ્રહારો કરાયા

અમદાવાદ,તા.૭: રાજયની વિધાનસભામાં જે વાત થાય તેનાં જવાબો અપાય તેના ઉપર સૌને વિશ્વાસ હોય છે. પરંતુ સરકાર વિધાનસભા ગૃહમાં ખોટા જવાબો આપી વિધાનસભા ગૃહનાં સભ્યો સાથે રાજયની પ્રજાને પણ ગેરમાર્ગે દોરી રહી છે. આજે પ્રશ્નોતરીકાળ દરમ્યાન એક જ જીલ્લાનાં રાજ્યમાં બાળકો ગુમ થવાનાં પ્રશ્ને પ્રશ્ન ક્રમાંક-૧ અ.નં.૧૭૩માં આપવામાં આવેલ જવાબનાં આંકડાઓમાં તફાવત આવતાં વિધાનસભા ગૃહમાં વિરોધપક્ષ દ્વારા વિરોધ થયો હતો અને હોબાળો કરવામાં આવતાં સરકારનાં મંત્રીઓનો જવાબ આપતાં ગલ્લા-તલ્લા કરવા પડયા હતા. આ પ્રશ્નમાં દરમ્યાનગીરી કરતાં સરકારનો ખુલાસો પુછતાં વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે પ્રશ્ન ક્રમાંક-૧ અને પ્રશ્ન ક્રમાંક-૧૭૩ ગીર સોમનાથ જીલ્લાનો હતો. આ પ્રશ્નની અંદર વર્ષ-૨૦૧૬ અને વર્ષ-૨૦૧૭માં કેટલા બાળકો ગુમ થયા તે એકજ સરખા અલગ અલગ પ્રશ્નોનાં જવાબોમાં બાળકોની સંખ્યા અલગ અલગ કેવી રીતે હોઈ શકે. આમ છતાં સરકારે બાળકોની સંખ્યા અલગ-અલગ બતાવી સાબીત કર્યું છે કે, બાળકો ગુમ થવાનાં મુદ્દે સરકાર બિલકુલ ગંભીર નથી. સાથે સાથે એવો પણ મુદ્દો ઉપસ્થિત થાય છે કે, રાજ્ય સરકાર વિધાનસભા ગૃહને ગેરમાર્ગે દોરી રહી છે. જે બાબત ખુબ જ ગંભીર છે. આવા જવાબોથી સરકાર ઉપર અવિશ્વાસ ઉભો થઈ રહ્યો છે. ધાનાણીએ અધ્યક્ષને ઉદ્દેશીને જણાવ્યું હતું કે, વિધાનસભામાં રાજ્ય સરકારે ફલોર ઉપર આપેલા આંકડા મુજબ કુલ ૪૯૫૧ બાળકો રાજયમાં છેલ્લા બે વર્ષમાં ગુમ થયાં છે આ આંકડાઓ અમે ગુજરાતની જાણ માટે પ્રસિધ્ધ કર્યા. ત્યારે ભાજપ સરકારના મહિલામંત્રીએ વિધાનસભાના દરવાજે મિડિયા સમક્ષ જણાવ્યું હતું કે, આ આંકડા ખોટા હોઈ શકે. વિધાનસભાનાં નિયમોનાં નિયમો અનુસાર આ વિધાનસભાની એક પ્રશ્નોતરીમાં ચોક્કસ સમયનાં ઉલ્લેખ સાથે પ્રશ્ન ક્રમાંક-૧ અને ૧૭૩માં બાળકો ગુમ થયાનાં પ્રશ્ને અલગ અલગ જવાબો ભુલથી આવ્યા હોય તો સુધ્ધીપત્રકમાં સુધારો આવવો જોઈએ. પરંતુ શુધ્ધીપત્રકમાં પણ આવો સુધારો આવ્યો નથઈ. તેથી સ્પષ્ટ થાય છે કે, સરકાર બાળકો ગુમ થવા મુદ્દે ગંભીર નથી. રાજ્યમાં આટલી મોટી સંખ્યામાં બાળકો ગુમ થવા એ સંવેદનશીલ બાબત ગણાય તેમજ મહિલામંત્રીએ આ આંકડામાં અવિશ્વાસ વ્યક્ત કર્યો હોય ત્યારે સરકાર દ્વારા વિધાનસભા ગૃહને ગેરમાર્ગે દોરવાનાં પ્રશ્ને વિધાનસભામાં નિયમો મુજબ અડધા કલાકની ચર્ચા થવી જોઈએ.

 

(9:13 am IST)
  • સસ્પેન્ડેડ IAS અધિકારી પ્રદિપ શર્માની અટકાયતઃ સાબરમતી જેલની બહાર આવતાની સાથે જ અટકાયત : હાઈકોર્ટે હજુ ગઈકાલે જ જામીન આપ્યા હતા : વિદેશમાં હવાલા દ્વારા નાણા મોકલવામાં આવ્યાનો કેસ ચાલી રહ્યો છે access_time 3:49 pm IST

  • દેશભરમાં ચકચારી બનેલ આરુષી હત્યા કેસમાં અલાહાબાદ હાઈકોર્ટ દ્વારા તલવાર દંપતીને છોડી મુકવાના આદેશ સામે CBIએ સુપ્રીમ કોર્ટમાં કરી અરજી access_time 9:25 am IST

  • મહાત્મા ગાંધી દ્વારા હસ્તાક્ષર કરાયેલ એક દુર્લભ ફોટો અમેરિકામાં 41,806 ડોલર એટલે કે 27 લાખ 22 હજાર 615 રૂપિયામાં વેચાણ કરવામાં આવ્યો છે. તસ્વીરમાં ગાંધીજીને મદન મોહન માલવિયા સાથે જોવામાં આવી રહ્યા છે. બોસ્ટન સ્થિત આરઆર ઓકશન મુજબ, આ ફોટો સપ્ટેમ્બર 1931 માં લંડનમાં બીજા રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ પછી લેવામાં આવ્યો હતો. આ દુર્લભ ચિત્ર પર, મહાત્મા ગાંધીએ ફાઉન્ટેન પેન દ્વારા 'એમ કે ગાંધી' લખીને પોતાના હસ્તાક્ષર કર્યા છે. access_time 2:53 pm IST