Gujarati News

Gujarati News

News of Thursday, 8th March 2018

મહેસાણાના કડીમાં ભરબજારમાં ઠાકોર યુવાનની હત્યા :લુખ્ખાઓ ચપ્પુના ઘા ઝીંકી ફરાર :cctv ના ફુટેજનો વિડીયો વાયરલ

યુવકના પરિવારજનોને ન્યાયની માંગ સાથે મૃતદેહ સ્વીકારવા કર્યો ઇન્કાર

મહેસાણાના કડીમાં ભરબજારમાં ઠાકોર યુવકની હત્યા બાદ સનસનાટી મચી જવા પાંમી છે યુવક્ની ખુલ્લેઆમ કરપીણ હત્યાના સીસીટીવી ફુટેજનો વિડીયો વાયરલ થયો છે હત્યાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.જેમાં દર્શાય છે કે કઈ રીતે લુખ્ખાઓ કડીના શાકમાર્કેટમાં ધસી આવે છે અને ચપ્પુ વડે યુવાન પર હુમલો કરે છે.
 
સ્થાનિકો યુવાનને બચાવવા આવે છે પરંતુ લુખ્ખાઓ ચપ્પુની અણીએ બધાને દૂર કરી હુમલો કરતો રહે છે. યુવાન પ્રતિકાર કરે છે. પરંતુ આરોપી યુવાનને એક પછી એક ચપ્પુના ઘા મારી ત્યાંથી ફરાર થઈ જાય છે. કડીના શાકમાર્કેટમાં જૂની અદાવતમાં યુવકની કરપીણ હત્યા બાદ પરિવારજનોએ ન્યાયની માંગ સાથે મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કર્યો હતો.

 

(9:13 am IST)