Gujarati News

Gujarati News

News of Thursday, 8th March 2018

પોલીસ આવાસ માટે રાજ્ય સરકાર દ્વારા ૨૨૦ કરોડની ફાળવણીઃ પોલીસ કોન્‍સ્‍ટેબલને ૨ રૂમ રસોડાવાળા આવાસ અપાશેઃ ગૃહમાં પ્રદિપસિંહ જાડેજાની જાહેરાત

ગાંધીનગરઃ રાજ્યભરમાં પોલીસ કોન્સ્ટેબલના નિવાસ સ્થાનને લઈને સરકારે વિધાનસભામાં મહત્વની જાહેરાત કરી છે. સરકાર પોલીસ કોન્સ્ટેબલને બે રૂમ રસોડાનુ મકાન આપશે તેવી જાહેરાત ગૃહરાજ્યપ્રધાન પ્રદિપસિંહે ગૃહમાં કરી છે..રાજ્ય સરકારે પોલીસ આવાસ માટે 220 કરોડની ફાળવણી કરી છે. 60 કરોડ રૂપિયા માળખાકીય સુવિધા માટે ફાળવવાની પણ જાહેરાત કરી છે. કોંગ્રેસ ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણે પૂછેલા સવાલના જવાબમાં પ્રદિપસિંહે માહિતી આપી હતી.

(8:53 pm IST)