Gujarati News

Gujarati News

News of Thursday, 8th March 2018

બનાસકાંઠના સમરવાડા ગામની શાળામાં ધો.૩ના વિદ્યાર્થીને શિક્ષીકાઅે ઢોર માર માર્યોઃ વાલીઅે ફોન કરતા શિક્ષીકા લાજવાના બદલે ગાજવા માંડી

બનાસકાંઠાઃ ધાનેરા તાલુકાના સામરવાડા ગામની આનંદપુરા પ્રાથમિક શાળામાં ધોરણ-3માં અભ્યાસ કરતા જીગર નામના બાળકને શાળામાં ફરજ બજાવતી શિક્ષિકા ગીતાબેન દ્વારા ઢોર માર મારતા વાલીઓ રોષે ભરાયા હતાં. શિક્ષિકાને વાલીએ ફોન કરતા શિક્ષિકા લાજવાને બદલે ગાજવા માંડી હતી. જણાવ્યું હતું કે તારૂ બાળક મરી તો નથી ગયું ને, લાગ્યું હોય તો દવા કરાવી લે, પૈસા હું આપી દઈશ.

બાળક રડતું રડતું ઘરે ગયું અને તેના પરિવારને જણાવ્યું કે, મને માર્યો છે ત્યારે પરિવાર દ્વારા બાળકના કપડાં ઉતરાવી ચેક કરતા બાળકના શરીર ઉપર સોટી ઉફી આવી હતી. ત્યારે બાળકને તાત્કાલિક સારવાર અર્થે ધાનેરાની રેફરલ હોસ્પિટલમાં સારવાર અર્થે લાવ્યું હતું.

અમારી ટીમ દ્વારા પણ શાળાની મુલાકાત લેતા શાળાના આચાર્ય ગેર હાજર જોવા મળ્યા હતા. તેમને ટેલીફોટિક વાત કરી બાબતે પૂછતાં તેમને બાબતે પુછાતા જવાબ આપવાનું ટાળ્યું હતું. કામમાં છું તેમ કહી ફોન મૂકી દીધો હતો. ત્યારે જો આમ શિક્ષકો દ્વારા બાળકો ઉપર અત્યાચાર ગુજારવામાં આવશે તો ક્યાંક બાળકો અભ્યાસથી વંચિત રહી જાય તો પણ કોઈ નવાઈની વાત નથી.

(8:45 pm IST)