Gujarati News

Gujarati News

News of Thursday, 8th March 2018

ડીસા તાલુકાના સાંડીયા ગામ નજીક ટ્રેન અડફેટે ૯ પશુઓના મોતઃ ૨ પશુઓને સારવાર માટે ગૌ શાળામાં ખસેડાયા

ડીસાઃ ડીસા તાલુકાના સાંડીયા ગામ નજીક આજે સવારે .૨૦ કલાકે લોરવાડા રેલ્વે સ્ટેશન પરથી ભીલડી તરફ જઇ રહેલ ટ્રેન સાંડીયા ગામની સીમમાં પસાર થઇ રહેલ હતી. રેલ્વે ટ્રેક પરથી પસાર થઇ રહેલા ૧૧ જેટલા પશુંઓ ટ્રેનની હડફેટમાં આવી જતાં પશુંઓના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત નિપજયા હતા. જયારે પશુંઓને અત્યંત ઘાયલ અવસ્થામાં સારવાર માટે ગૌ શાળામાં ખસેડવામાં આવ્યા હતા.

ઘટનાની માહિતી મુજબ રેલ્વે ધ્વારા રેલ્વે લાઇનની એક બાજુ ફેન્સીંગ વાડ કરવામાં આવેલ છે. તેથી ત્યાંથી પસાર થતાં પશુંઓ ફેન્સીગ વાડમાં ફસાઇ જાય છે. અને જેના લીધે ટ્રેનની અડફેટમાં આવી જતાં મોતના મુખમાં ધકેલાઇ રહયા છે. ત્યારે રેલ્વે લાઇનની સાઇડમાં બીજી લાઇનનું કામકાજ ચાલી રહું છે. જેથી રેલ્વે વિભાગ ધ્વારા રેલ્વે લાઇનની એક બાજુ ફેન્સીંગ વાડ બનાવી દેવામાં આવી છે. પરતું ફેન્સીંગ વાડ પશુંઓ માટે યમદુત બની ગઇ છે. તે રીતે સાંડીયા ગામ નજીક રેલ્વે ટ્રેક પર બનેલી ઘટના પણ ફેન્સીંગ વાડના કારણે થઇ હોવાથી નવ પશુંઓ મોતને ભેટયા છે.

વહેલી સવારે સાંડીયા ગામ નજીક રેલ્વે ટ્રેક પર અચાનક ચડી આવેલા પશુંઓ ફેન્સીંગ વાડના કારણે ફસાઇ જતાં પુર ઝડપે ટ્રેનના હડફેટમાં આવતા પશુંઓના કમકમાટી ભર્યા મોત થયા હતા. જેમા આખલા ગાય અને જેટલા નાના વાછરડાનો સમાવેશ થયા છે. જયારે અન્ય બે ગાયો ગંભીર રીતે ઘાયલ થઇ હતી. ત્યારે ડીસા તાલુકાના ભાજપના પુર્વ તાલુકા પ્રમુખ ગીરીસભાઇ ઘટના સ્થળે પહોંચી તુરંત સરકારી તંત્રને જાણ કરતાં ડીસા નાયબ મામલતદાર નાગોરી તથા રેલ્વે વિભાગના અધિકારી ઘટના સ્થળે દોડી આવી નિરક્ષણ કર્યુ હતું. ત્યારે ડીસા પશુંચિકત્સક અધિકારી ડો વી.એમ. મકવાણા તથા લોરવાડા પશુંચિકત્સક ડો.ડી.ડી પટેલ ધ્વારા મૃત પશુંઓના પોસ્ટમોટમ કરી રીપોટ કરવામાં આવ્યો હતો.

પાલનપુર થી ગાંધીધામનું ડબલ રેલ્વે લાઇનનું કામકાજ ચાલું હોવાથી જુની રેલ્વે લાઇનની સાઇડમાં ફેન્સીંગ વાડ બનાવવામાં આવી છે. જેથી અચાનક રેલ્વે ટ્રેક પર ચડી આવતા અબોલ પશુંઓ રેલ્વે લાઇન ઓળંગી શકતા ઘણી વાર ટ્રેનની હેડફેટમાં આવી જતાં હોય છે. તે રીતે સાંડીયા ગામ નજીક વહેલી સવારે રેલ્વે ટ્રેનની લાઇટથી અંજાઇ જતાં પશુંઓ હડફેટમાં આવી જતાં મોતને ભેટયા હતા. અગાઉ પણ વડાવળ નજીક રેલ્વે લાઇન પરની ફેન્સીંગ વાડના કારણે રાત્રિ દરમિયાન ગાડીની હડફેટમાં આવીને જેટલી ગાયોના મોત થયા હતા. અને જેટલી ગાયો ઘાયલ થઇ હતી. અવાર નવાર બનતી ઘટનાઓથી જીવદયા પ્રેમીઓમાં ભારે રોષની લાગણી જોવા મળી હતી.

(8:44 pm IST)