Gujarati News

Gujarati News

News of Thursday, 9th February 2023

અમદાવાદના કાલુપુર વિસ્તારમાં ધોળે દિવસે જાહેર રોડ પર થયેલી હત્યાના કેસમાં બે આરોપીની ધરપકડ

યુવકને દોડાવી દોડાવીને તલવારના ઘા ઝીંકીને હત્યા કરાઈ હતી :પકડાયેલ આરોપીઓ અગાઉની જમવા બાબતની તકરારમાં હત્યા કરી હોવાનુ કબુલાત

અમદાવાદ શહેરના કાલુપુર વિસ્તારમાં ધોળે દિવસે જાહેર રોડ પર થયેલી હત્યાના કેસમાં બે આરોપીની ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી છે..યુવકને દોડાવી દોડાવીને તલવારના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી હતી.જેમાં હત્યા કર્યા બાદ આરોપીઓ ફરાર થઇ ગયા હતા. જેમાં પકડાયેલ આરોપીઓ અગાઉની જમવા બાબતની તકરારમાં હત્યા કરી હોવાનુ કબુલાત કર્યુ છે

  કાલુપુર પાંચકુવા પાસે જાહેરમાં તલવાર વડે યુવકની હત્યા કરનારા બે આરોપીને ક્રાઇમ બ્રાંચે ઝડપી લીધા છે. જેમાં કાળા બુરખામાં રહેલા સાદ્દીકહુસેન મોમીન અને લીયાકતઅલી મોમીન તલવાર જેવા તીક્ષણ હથિયાર વડે સોમવારે જાહેર રોડ પર સાબાન હુસેનની હત્યા કરી હતી.

આ હત્યાના લાઇવ સીસીટીવી તલવાર વડે રહેલ આરોપી સાદ્દીક હુસેન મોમીન છે અને લોંખડનો સળિયો હાથમાં રહેલ લીયાકતઅલી છે.આ બંને આરોપીઓ ભેગા મળીને રોડ પર સાબાન હુસેન પર જીવલેણ હુમલો કરીને મોતને ધાટ ઉતાર્યો.

જે બાદ હત્યારા આરોપીઓ ફરાર થઇ ગયા હતા જેમને ક્રાઇમ બ્રાંચે લાંભા નજીકથી બન્નેની ધરપકડ કરી છે. આ પકડાયેલ આરોપી અને મૃત્કને લગ્રમાં જમવા બાબતની અદાવતમાં હત્યા કરી હોવાની કબુલાત કરી છે.પરંતુ નોધનીય છે કે આ હત્યાનો બનાવ કાલુપુર પોલીસ ચોંકી માત્ર નજીવા અંતરે જ આ બનાવ બન્યો હતો.

વટવા સૈયદવાડી વિસ્તારમાં રહેતા મૃતક સાબાન હુસેન મોમીન નામના યુવકને લગ્ન પ્રસંગમાં જમવાનું લાઇનમાં આપવા બાબતે થયેલ બોલાચાલી અને ઝઘડાની અદાવત રાખીને ચાર લોકોએ હત્યા કરી હતી.જે અંગે મોહંમ્મદ ફૈઝાન મોમીનએ કાલુપુર પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદીના બહેનના લગ્ન હોવાથી લગ્ન પ્રસંગમાં સાદિક હુસૈન, રફીક હુસૈન, અને લિયાકત હુસૈન નામના વ્યક્તિઓ પણ જમણવારમાં આવેલા હતા.

આ વખતે લિયાકત હુસૈન એ ફરિયાદીના ભાઈ નાઝીમ ઉર્ફે ઝીંગો શેખનાને લાઈનમાં જમવાનું આપ તેમ કહીને ગાળ બોલતા તેઓ વચ્ચે બોલાચાલી થયેલ હોવાથી ફરિયાદીએ વચ્ચે પડતા તેની સાથે પણ બોલાચાલી ઝઘડો કર્યો હતો.તે ઝઘડાની અદાવત રાખીને સાદીક હુસેન, રફીક હુસેન, લિયાકત હુસેન તથા નાસીર હુસેનના ભેગા મળીને ફરિયાદી જ્યારે ઓટો રિક્ષામાં કાશીમ હુસૈન તથા સાબાન હુસૈન ને રિક્ષામાં બેસાડીને સારંગપુર સિંધી માર્કેટ ખાતે પહોંચ્યો હતો

 

આ દરમિયાન એક ઓટો રીક્ષા ચાલકે તેમની રીક્ષાની ઓવરટેક કરવાની કોશિશ કરી હતી. જો કે તેમણે રીક્ષા ઉભી ના રાખતા આરોપીઓએ રીક્ષા પર તલવાર વડે ઘા માર્યા હતા.

જેથી ત્રણેય રીક્ષામાંથી ભાગવા જતા સાહીત હુસૈન તથા લિયાકત હુસૈને તલવાર ચપ્પા તેમજ સળિયા વડે પાછળ આવીને સાબાન હુસેન તથા કાશી હુસેન અને પર હુમલો કરીને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. જેમાં સારવાર દરમિયાન સાબાન હુસેન નું મૃત્યુ નિપજ્યું હતું..જે કેસમાં હત્યા કરનાર આરોપી સાથે અન્ય બે આરોપી મદદ કરનાર હજી ફરાર છે.જો કે આરોપી પોલીસ પકડમા ના આવે તે માટે શહેરના અલગ અલગ વિસ્તારમાં નાસતા ફરતા હતા

(11:01 pm IST)