Gujarati News

Gujarati News

News of Thursday, 9th February 2023

અમદાવાદના વસ્ત્રાપુર લેકમાં ચોકીદારની ક્રૂર હત્યાનો ભેદ ઉકેલાયો: પીવાનું પાણી ન આપતા હત્યા કરી દીધી

હત્યા કર્યા બાદ આરોપીએ કપડાં બદલીને નોકરી પર કામ કરવા લાગી ગયો હતો.કોઈને તેના પર શંકા ન જાય માટે વસ્ત્રાપુર લેક પર ચક્કર મારતો હતો

અમદાવાદના વસ્ત્રાપુર લેકમાં ચોકીદારની ક્રૂરતા પૂર્વક કરેલી હત્યાનો ભેદ ઉકેલાયો છે. જેમાં ચોકીદારે આરોપી યુવકને પીવાનું પાણી ન આપતા હત્યા કરી દીધી હોવાની કબૂલાત કરી હતી. જો કે હત્યા કર્યા બાદ આરોપીએ કપડાં બદલીને નોકરી પર કામ કરવા લાગી ગયો હતો.કોઈને તેના પર શંકા ન જાય માટે વસ્ત્રાપુર લેક પર ચક્કર મારતો હતો.અને ત્યાંથી પસાર થતાં પોલીસ આરોપીને ઓળખી ના શકી પરતું એક સીસીટીવી માં શંકાસ્પદ હિલચાલથી આરોપી ઝડપાઇ ગયો

ઝોન-1 ડીસીપી સ્કોર્ડ સ્ટાફે ચોકીદાર લાલા સંગાડાની ઘાતકી હત્યાના કેસમાં રામજતન મુખીયાની ધરપકડ કરી છે.જેમાં આરોપીએ પાવડા વડે ઉપરા છાપરી 10 જેટલા ધા મારી ચોકીદારને મોતને ધાટ ઉતારી દીધો હતો.આ હત્યાના લાઈવ સીસીટીવી માં આરોપી રામજતન મૃતક ચોકીદારલાલાભાઈ ખાટલા પર આરામ કરી રહ્યા હતા ત્યારે પાવડા વડે હુમલો કરી હત્યાકરતો દેખાયો હતો.જો કે પકડેલા હત્યારા રામજતનની પૂછપરછ કરતા સામે આવ્યું કે મંગળવારના રાત્રિના 9 વાગ્યે આરોપીરામજતન વસ્ત્રાપુર લેકમાં ફરતો હતો તે સમયે પાણીની તરસ લાગતા ચોકીદાર લાલાભાઈ પાસે પાણી માગ્યું હતું.

પણ ચોકીદારે પાણી નહીં આપી ગાળો બોલી નીકળવાનું કહ્યું હતું..જેથી આરોપી રામજતનને ગુસ્સો આવી જતા નજીકમાં રહેલ પાવડા વડે તેના ઉપર હુમલો કરી લાલાભાઈને મોતને ઘાટ ઉતારી દીધા હતાં. નોંધનીય છે કે વસ્ત્રાપુર લેકમાં રીટનિંગ વોલનું રિનોવેશન નું કામકાજ ચાલી રહ્યું હતું જ્યાં લાલા સંગાડા ચોકીદાર તરીકે એક અઠવાડિયા તરીકે બદલી કામદાર તરીકે હતા.જ્યાં સાળા વિકાસની બદલીમાં કામદાર તરીકે બનેવી લાલભાઈ આવ્યા અને કામના બદલે મોત મળ્યું.જેમાં 13 તારીખના રોજ સાળો વિકાસ દાહોદ ગયો હતો.જ્યાં સાળાએ બનેવીને એક અઠવાડિયા માટે મૃતક બનેવી લાલાભાઈ ચોકીદાર માટે રહ્યો હતો.

આ પકડાયેલ આરોપી રામજતન મુખીયા મૂળ નેપાળનો રહેવાસી છે અને થોડા દિવસ પહેલા અમદાવાદ માં નોકરી અર્થે આવ્યો હતો.જે વસ્ત્રાપુરમાં ઇટાલીયોઝ પીઝા ખાતે નોકરી કરતો હતો..મંગળવારે નોકરી પુરી કર્યા બાદ વસ્ત્રાપુર લેક પાસે ફરી રહ્યો હતો તેવામાં પાણીની તરસ લાગતા ચોકીદાર પાસે પાણી માગ્યું હતું અને પાણી નહિ આપી ગાળો બોલતા ચોકીદારની હત્યા કરી દીધી.

જેની બાદ આરોપી રામજતન કપડાં બદલી બીજા દિવસે નોકરીએ જતો રહ્યો હતો. આ હત્યાને લઈ આરોપી પર કોઈને શંકા ન જાય માટે લેક પાસે ફરી રહ્યો હતો..એટલું જ નહિ આરોપી સાથે પોલીસ કર્મીઓ વાતચીત પણ કરી હતી પરંતુ તેના પર શંકાના ગઈ.

પણ ઝોન-1 ડીસીપી સ્કોર્ડ સ્ટાફે એક સીસીટીવી માં આરોપી હિલચાલ નજર પડતા તેને પકડીને પૂછપરછ કરતા હત્યાની કબૂલાત કરી હતી.જોકે આરોપી પોતે ગુસ્સે અને જનુની સ્વભાવનો હોવાનું સામે આવ્યું છે.પોલીસ તપાસ કરતા આરોપી રામજતન નેપાળ ભાગી જવાના ફિરાકમાં હતો પણ પોલીસને તેના પર શંકા ના કરતા અહીંયા રહી ગયો હતો.ત્યારે આરોપીની ધરપકડ કરી રિમાન્ડ મેળવી વધુ તપાસ શરૂ કરી છે.

 

(8:17 pm IST)