Gujarati News

Gujarati News

News of Thursday, 9th February 2023

આણંદની બોરસદમાં સ્ટ્રીટ લાઇટનું વીજળી જોડાણ કપાયું: પાલિકાનું 2 કરોડ 72 લાખનું વીજ બીલ બાકી

બોરસદના ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ દંડક રમણ સોલંકીની મધ્યસ્થી બાદ બે કલાકમાં જ વીજ પુરવઠો પુન: શરૂ કરાયો

આણંદના બોરસદ પાલિકામાં સ્ટ્રીટ લાઇટનું વીજ જોડાણ કપાયું હતું. જેમાં પાલિકાનું 2 કરોડ 72 લાખનું વીજ બીલ બાકી હોવાથી ગત રાત્રિએ શહેરની સ્ટ્રીટ લાઇટનું વીજ જોડાણ કપાયું હતું. જેમાં બાકી બીલને લઇને વારંવાર નોટિસ આપ્યા બાદ પણ વીજ બીલ ન ભરતા વીજ કનેક્શન કપાયું હતુ.

 જો કે સ્ટ્રીટ લાઇટનું કનેક્શન કપાતા શહેરમાં અંધારપટ થતા બોરસદના ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ દંડક રમણ સોલંકીએ મધ્યસ્થી કરી હતી.તેમની મધ્યસ્થી બાદ બે કલાકમાં જ વીજ પુરવઠો પુન: શરૂ કરાયો હતો.

 

(8:15 pm IST)