Gujarati News

Gujarati News

News of Thursday, 9th February 2023

જીસીએસ હોસ્‍પિટલમાં યુએસએના સર્જનો દ્વારા સ્‍કોલિયોસિસથી પીડાતા ૮ બાળકોની સર્જરી

(કેતન ખત્રી),અમદાવાદઃ સ્‍કોલીયોસિસ (કરોડરજ્જુની એક બાજુ વળી જવી) થી પીડાતા આઠ બાળકોનું યુએસએના સર્જનોની ટીમના સહયોગથી અમદાવાદની જીસીએસ હોસ્‍પિટલમાં ઓપરેશન કરવામાં આવ્‍યું.સ્‍કોલિયોસિસ જે કરોડરજજુની બાજુમાં વળાંકને કારણે થતી તકલીફ છે જે બાળકને દુખાવા અને શરીરમાં ઘણી અગવડતા તરફ દોરી શકે છે. જેમ કે, શ્વાસ લેવામાં તકલીફ, પીઠનો દુખાવો, અને જો વળાંકની સારવાર ન કરવામાં આવે તો ચેતા અથવા કરોડરજ્જુને નુકસાન થઈ શકે છે.

કમનસીબે, સ્‍કોલિયોસિસમાં શરૂઆતની કરોડરજ્જુની વક્રતા સમય જતાં વધુ રોદ્ર રૂપ ધારણ કરી શકે છે. સ્રસ્‍કોલિયોસિસના લક્ષણો, કમર વળી જવી અને ખૂંધ દેખાવાથી બાળકોને શારીરિક તકલીફની સાથે આત્‍મવિશ્વાસ પર પણ ઊંડી અસર થાય છે..આવી જટિલ બીમારી થી પીડાતા ૮ બાળકોની તકલીફ યુએસએથી અમદાવાદ આવેલા નિષ્‍ણાત સ્‍પાઇન સર્જન્‍સએ ઓપરેશન કરીને દૂર કરી છે. જીસીએસ હોસ્‍પિટલમાં સ્‍કોલિયોસિસની તકલીફ વાળા બાળકો માટે  નિઃશુલ્‍ક તપાસ અને સર્જરી કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યુ હતુ. જેમાં ૮ બાળકોની સર્જરી કરવામાં આવી હતી.

(3:33 pm IST)