Gujarati News

Gujarati News

News of Thursday, 9th February 2023

ગણપત યુનિવર્સિટીના આંગણે કાલથી ૩૬મો ઇન્‍ટર યુનિ.વેસ્‍ટઝોન યુથ ફેસ્‍ટીવલ

બે હજારથી વધુ કલારસીકો કલા પીરસશે

(કેતન ખત્રી) અમદાવાદઃ તા.૧૦થી ૧૪, ફેબ્રુઆરી દરમિયાન ગણપત યુનિવર્સિટીના યજમાનપદે ઉજવાશે રાષ્‍ટ્રીયકક્ષાનો ૩૬મો ઇન્‍ટર-યુનિવર્સિટી વેસ્‍ટ-ઝોન યુથ ફેસ્‍ટિવલ જેમાં ગુજરાત, મહારાષ્‍ટ્ર અને ગોવાની ૩૯ યુનિવર્સિટીના ૨૦૦૦થી વધુ કલા-રસિક વિદ્યાર્થીઓ સહભાગી બની પોતાની કલા-પ્રતિભાનું પ્રદર્શન કરશે!

ધી એસોસિએશન ઓફ ઇન્‍ડિયન યુનિવર્સિટીઝ એ.આઇ.યુ દ્વારા છેક ૧૯૮૫થી દર વર્ષે નેશનલ લેવલે અને ઝોનલ લેવલે આયોજન થાય છે, જે આ વર્ષે ગણપતિ યુનિ.ના સતરંગ યુથ ફેસ્‍ટિવલ તરીકે ગણપત વિદ્યાનગરના આંગણે પુરા પાંચ દિવસ દરમિયાન રંગે-ચંગે ઉજવાશે

તા.૧૦થી ૧૪ દરમિયાન ઉજવાઇ રહેલા આ યુનિ.ફેસ્‍ટમાં મહત્‍વના પાંચ કલા-ઉત્‍સવો ઉજવાશે જે વિવિધ પાંચ કલાના ક્ષેત્રોને આવરી લેશેઃ મ્‍યુઝિક ઇવેન્‍ટસ(સંગીત), ડાન્‍સ ઇવેન્‍ટસ(નૃત્‍ય), લિટરરી ઇવેન્‍ટસ(સાહિત્‍ય), થિયેટર ઇવેન્‍ટસ(નાટય), ફાઇન-આર્ટ ઇવેન્‍ટસ(ચિત્રકલા). ગુજરાત, મહારાષ્‍ટ્ર અને ગોવા પ્રદેશના વેસ્‍ટ ઝોનના ત્રણ મહત્‍વના રાજયોની ૩૯ યુનિવર્સિટીના જે ૨૦૦૦ જેટલા કલાકાર વિદ્યાર્થીઓ આ યુવા કલા મહોત્‍સવમાં ભાગ લઇ રહયા છે

(3:21 pm IST)